For Personal Problems! Talk To Astrologer

તુલા – ધન સુસંગતતા

તુલા અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

તુલા અને ધન જાતકો વચ્ચેના સંબંધો અદ્ભુત હોય છે. તુલા જાતકો સંતુલન અને સુમેળ સાધવાની વૃત્તિ ધરાવતા હોય છે. ધન જાતકો બુદ્ધિશાળી અને મોજમજાપ્રિય હોય છે. પરંતુ તુલા જાતકોમાં એક વિચિત્ર લાક્ષણિકતા એ જોવા મળે છે કે તેઓ લાગણીના એક તબક્કામાંથી બીજા તબક્કામાં બહુ ઝડપથી સરી પડતા હોય છે. અત્યારે તેઓ ખુશ જણાતા હોય તો થોડા સમય બાદ ઉદાસ પણ બની જાય છે. એટલે કે તેમના મૂડમાં ફેરફારો આવતા રહે છે. જ્યારે ધન જાતકો સીધાસાદા, ભોળા અને બહિર્મુખ હોય છે. તેઓ તુલા જાતકને મૂડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે, અને સાચી દિશા સૂચવે છે.

તુલા પુરુષ અને ધન મહિલા વચ્ચે સુસંગતતા
તુલા પુરુષ જો ધન મહિલા જાતક સાથે લગ્ન કરે તો તે સૌથી સુખી માણસ કહેવાશે. આ યુગલ એકબીજાના સહવાસમાં પ્રેમ, ખુશી, રોમાન્સ બધાનો જ આનંદ માણે છે અને સંબંધોથી સંતોષ અનુભવે છે. ધન મહિલા જાતક તુલા પુરુષને સફળતાના શિખર પર પહોંચવામાં પ્રોત્સાહન આપશે. તેના બદલામાં પુરુષ પણ પોતાની બહિર્મુખી પ્રતિભા દ્વારા સ્ત્રીને લલચાવે છે. કેટલીક વખત તુલા પુરુષ ધન મહિલા જાતકના આકરા વેણ અને તીખી જીભથી ઉશ્કેરાય છે. પરંતુ બંને વચ્ચે સારી સમજદારી હોવાના કારણે આ પરિસ્થિતિ લાંબો સમય ટકતી નથી.

તુલા સ્ત્રી અને ધન પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંનેની જોડી સ્વર્ગમાં બનાવવામાં આવી છે એમ કહેવું પડે. તેમની વચ્ચે પ્રેમનું અદ્ભુત બંધન, આત્મીયતા અને સમજદારી એટલી પ્રવર્તે છે કે તે અન્ય લોકોની ઇર્ષાનું કારણ બને છે. પુરુષ પોતાની લાગણીઓ બહુ આસાનીથી પોતાની લાગણીઓ સ્ત્રી સમક્ષ વ્યકત કરી શકે છે. તેમની વચ્ચેનું શારીરિક આકર્ષણ તેમનામાં ઉત્તેજના અને આત્મીયતા ટકાવી રાખે છે. પુરુષ પોતાના હાજરજવાબી અને વાતોડિયા સ્વભાવથી સ્ત્રીના ઉદાસ મૂડને ખુશીમાં પલટાવી શકે છે. બીજી તરફ, સ્ત્રી પુરુષ પર અખૂટ વિશ્વાસ ધરાવે છે અને તેને પ્રેમની વર્ષાથી તરબરતર કરે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આ સપ્તાહે તમે શરૂઆતથી જ કેન્દ્રિત રહેશો માટે ચિંતા જેવું નથી. સેલ્સ અને માર્કેટિંગ, કમ્યુનિકેશન અથવા વાણીનું મહત્વ હોય તેવા ક્ષેત્રોમાં થોડુ ધ્યાન રાખવું પડશે. નવા સાહસો ખેડવામાં અથવા કામકાજમાં નવી શરૂઆત કરવામાં…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો મામલે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. શરૂઆતથી જ તમે પ્રિયપાત્ર સાથે સંપર્કમાં રહેશો. તમારી વચ્ચે વિજાતીય આકર્ષણ જળવાઇ રહેશે. જોકે, પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં અથવા પહેલાંથી સંબંધોમાં હોવ તો કમ્યુનિકેશનમાં…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને નાણાંની આવક સારી પ્રમાણમાં રહેશે. નોકરિયાતો અને છૂટક કામકાજો દ્વારા કમાણી કરતા જાતકોને અગાઉ કરેલી મહેનત અત્યારે ઉગી નીકળશે. તમારી કાર્યનિષ્ઠા બદલ ઈનામ, પ્રોત્સાહન કે ઈન્સેન્ટિવરૂપે લાભ મળી શકે છે. સપ્તાહના…

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતથી જ આપ ગમ્મત સાથે જ્ઞાન મેળવીને હળવાફૂલ રહેશો. તમારામાં અભ્યાસ માટે થોડી રુચિ ઓછી હોય તો અત્યારે કારકિર્દીને અનુલક્ષીને કેટલાક નક્કર પગલાં ભરવાની તેમજ ચોક્કસ શિડ્યુલ બનાવવાની જરૂર છે જેથી પરીક્ષામાં સારું…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

તમારું સ્વાસ્થ્ય આ સપ્તાહે જળવાઈ રહેશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. ઘરની બહારના સામાજિક કાર્યોમાં આપ સમય ફાળવી શકશો અને આ પ્રકારે આપ પ્રવૃત્તિમય રહેશો જેથી શારીરિક દૃષ્ટિએ પણ લાભ રહેશે. તેના કારણે આપનામાં શક્તિનો સંચાર થતો…

નિયતસમયનું ફળકથન