For Personal Problems! Talk To Astrologer

સિંહ જાતકોનો સ્વભાવ

સિંહ જાતકોનો સ્વભાવ

સિંહની જેમ આ રાશિના જાતકો સ્વભાવે શાહી મિજાજના હોય છે.
આપ હંમેશા એવા કામ કરવાનું પસંદ કરો છો જે તમને કેન્દ્ર સ્થાનમાં રાખે અથવા તો તેના કારણે લોકોમાં આપ અલગ તરી આવો. સિંહ જાતકો હંમેશા કામ કરવા તત્પર રહે છે પરંતુ તેના બદલામાં તેઓ અન્ય પાસેથી પ્રેમ ઝંખે છે. સિંહ રાશિમાં જન્મેલા લોકો વિશ્વાસપાત્ર સેવક કે કર્મચારી હોય છે તેમ જ ઉદાર મનના નેતા પણ હોય છે. પરંતુ પ્રેમમાં ઉપેક્ષા થયા બાદ તેજસ્વી સિંહ જાતક પણ સાવ ભાવ શૂન્ય બની જાય છે. પ્રમાણિક અને નિખાલસપણે જીવવાનું પસંદ કરે છે. સિંહ જાતકો સામાન્યપણે થીયેટર, પરફોર્મિંગ આર્ટસ અને જન સંપર્ક જેવા ક્ષેત્રો તરફ વધારે આકર્ષાયેલા રહે છે કારણ કે તેઓ અન્ય સમક્ષ પોતાની વાતની ખૂબ સારી રજૂઆત કરી શકે છે. આપ આપની આસપાસના લોકોની લાગણીઓની કદર કરવાનું ક્યારેય ચૂકતા નથી.
સ્વામી ગ્રહઃ સૂર્ય
સિંહ રાશિનો સ્વામી નિર્વિવાદ પણે આપણા સૌરમંડળનો રાજા ગણાતો ગ્રહ સૂર્ય છે. તે હંમેશા કેન્દ્રમાં જ રહે છે અને પૃથ્વી પરની તમામ પ્રકારની ઉર્જાનો આધાર સૂર્ય છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય આપણામાં રહેલી સંકલ્પશક્તિનું પ્રતિક છે. સૂર્ય આ પૃથ્વી પરના પ્રત્યેક જીવમાં ગરમી અને ઉર્જા પૂરી પાડે છે તેમ જ તેને જીવવા માટેનું કારણ આપે છે. સિંહ રાશિનો મુખ્ય ગ્રહ સૂર્ય ‘સ્વ’નું પ્રતિક છે અને તેમાંથી જ કોઈ પણ સર્જન કે વ્યક્તિત્વનો પ્રાદુર્ભાવ થાય છે.
પાંચમો ભાવઃ સંતાન
કુંડળીમાં પાંચમો ભાવ સંતાનો સાથે સંબંધ ધરાવે છે. પરંતુ બાળકો જેવી કોઈપણ પ્રવૃત્તિ સાથે તેનો સંબંધ નથી.. તમામ આત્મ-અભિવ્યક્તિ અને રચનાત્મકતા આ ક્ષેત્રમાંથી જ આવે છે. તદુપરાંત આ ભાવ રોમેન્ટિક પ્રેમ સાથે પણ સંબંધ ધરાવે છે. પાંચમો ભાવ એકંદરે આનંદ-પ્રમોદનો છે તેમ કહી શકાય.
સિંહ રાશિનું તત્વઃ અગ્નિ
અગ્નિ પ્રકાશ અને ઉર્જા આપે છે. એક મીણબત્તી આખા ઓરડાને પ્રકાશિત કરે છે અને જો તેના પ્રકાશમાં એકના બદલે દસ વ્યક્તિઓ પણ વાંચતી હોય તો મીણબત્તી વધારે નથી બળતી. .અગ્નિ હંમેશા વર્તમાનમાં રહે છે અને ભવિષ્યનું વિચાર્યા વગર માત્ર પ્રાપ્ય ઈંધણ અનુસાર પ્રજ્વલિત રહે છે. આ રાશિના જાતકો તેમની અંત:સ્ફુરણા અને આત્માના અવાજ પર સફળતાપૂર્વક વિશ્વાસ મૂકે છે. અગ્નિ તત્વના સિંહ જાતકો તેજસ્વી અને જોશીલા હોય છે. તેઓ ઉનાળાના સૂર્ય જેવા હોય છે જે સતત પોતાના સમયકાળમાં ઉર્જા અને શક્તિ પૂરા પાડે છે.
સિંહ જાતકોની શક્તિઃ
આપનો પ્રેમાળ અને આનંદી સ્વભાવ આપની શક્તિ છે
સિંહ જાતકોની નબળાઈઃ
કોઈપણ બાબતે માન્યતા કે સંમતિનું આપના જીવનમાં ઘણું વધારે મહત્વ છે.
 

સિંહ સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર