મિથુન માસિક ફળકથન

આ મહિનો (Jun 2017)

મહિનાના પ્રારંભમાં તમે જુસ્સાવાન રહેશો જેથી પ્રોફેશનલ મોરચે ઉત્સાહપૂર્ણ શરૂઆત કરશો. જોકે હાલમાં તમારા વ્યય સ્થાનમાં સૂર્ય હોવાથી કાયદાકીય અને સરકારી પ્રશ્નો તમને પરેશાન કરશે. ઉપરીઓ અને વડીલો સાથે વર્તનમાં ખૂબ કાળજી લેવી. નવા સાહસો ખેડવા, નોકરિયાતો નવી તકો ઝડપી લેવા અથવા વ્યવસાયમાં નવુ ક્ષેત્ર કે નવી પદ્ધતિ અપનાવવા માટે તમે પ્રેરાશો પરંતુ કોઈપણ નિર્ણય વ્યવહારુ અભિગમથી જ લેજો. કોઈપણ વ્યક્તિ સાથે ટુંકમાં અને સ્પષ્ટ શબ્દોમાં કમ્યુનિકેશન કરવું. શરૂઆતના ચરણમાં વિદ્યાર્થી જાતકોને થોડી મુશ્કેલી પડશે. સંતાન ઈચ્છુક જાતકો અથવા ગર્ભવતી મહિલાઓને હાલમાં થોડી વિપરિત સ્થિતિનો સામનો કર્યા બાદ ફળ મળી શકશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય તમારા લગ્નસ્થાનમાં આવીને મંગળ સાથે યુતિ કરશે જેથી નવી ભાગીદારી કે નવા કરારો શક્ય હોય ત્યાં સુધી ટાળવા. તમારા વિચારોમાં નકારાત્મકતા વધી શકે છે. જોકે મહિનાના અંતમાં તમારી વિચારવાની શૈલી બદલાશે. વિદ્યાર્થી જાતકો માટે અંતિમ ચરણ સૌથી સારું જણાઈ રહ્યું છે. આ દિવસોમાં તમે પ્રેમસંબંધોમાં પણ વધુ રુચિ લેશો. પરિવારજનો સાથે તમે વધુ સમય ફાળવી શકશો. ઉઘરાણી, લોન કે રોકાણ જેવા કાર્યોમાં તમારી સક્રીયતા વધશે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 25-06-2017 – 01-07-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર