For Personal Problems! Talk To Astrologer

મિથુન – મિથુન સુસંગતતા

મિથુન અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

મિથુન રાશિની વ્યક્તિ બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. એક પળમાં તેઓ ખૂબજ ખુશ હોય છે અને બીજી જ પળે તેઓ હતાશ થઇ જાય છે. બુધ તેમનામાં સ્વીકૃતિની ભાવના, બહુપ્રતિભા અને અધિરાઇ વધારે છે. મિથુન જાતકો વાચાળ હોય છે. તેઓ હોશિંયાર વ્યક્તિ હોય છે જે હંમેશા માનસિક સ્ફૂર્તિની શોધમાં હોય છે. તેઓ ઘણાં લાંબા સમય સુધી એક જ વિષયમાં રસ કેળવી શકતા નથી અને કોઈની સાથે વચનથી બંધાવાનો તેમને ભય લાગે છે. સિંહ, તુલા, કુંભ અને મેષ જાતકો સાથે તેઓ સારો તાલમેલ ધરાવી શકે છે.

મિથુન રાશિના પુરુષ અને મિથુન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધનું પરિણામ છે અનંત આનંદ અને ઉર્જા. આ બંને વ્યક્તિઓ મજાકિયા, વાતોડિયા અને સાહસિક હોય છે. તેમને વિવિધતા ગમે છે અને કોઇ એક વસ્તુથી તેઓ ઘણાં જલ્દી કંટાળી જાય છે. બે મિથુન જાતકો એવા સંબંધમાં બંધાય છે જે એકબીજાને લાંબા સમય સુધી ખુશ રાખી શકે. પણ આટલે વાત અટકતી નથી. લાંબા સમય સુધી કોઇ એક વસ્તુને વળગી રહેવું તેમના માટે મુશ્કેલ બની રહે તેવી પણ શક્યતા છે. મિથુન જાતકો દિલથી નહીં પણ દિમાગથી કામ લેવાનું વલણ ધરાવે છે અને આ કારણે તેમના પ્રેમ સંબંધમાં સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરી- વ્યવસાયમાં આ સપ્તાહના પ્રારંભથી જ ઉત્સાહ સાથે તમે આગળ વધશો અને કારકિર્દી બાબતે વધુ ગંભીર બનશો. અત્યારે પોતાની આવડતો પુરવાર કરીને પ્રગતિનો માર્ગ ઘડી શકો છો પરંતુ તેના માટે થોડી સમર્પણ તેમજ ધીરજની ભાવના પણ કેળવવી પડશે….

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહના પ્રારંભથી જ નવા મિત્રો અને ખાસ કરીને વિજાતિય પાત્રો સાથે આપની મૈત્રી વધશે. સપ્તાહના મધ્યમાં વિજાતીય પાત્રે પ્રત્યે વિશેષ આકર્ષણ રહેશે. અત્યારે તમે પોતે ખૂબ ઠાઠમાઠથી રહેવાનું પસંદ કરશો અને તમારા સાથી પણ તમારી સાથે…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના પ્રોફેશનલ કામકાજમાં ધીમી ગતિએ નાણાંનો પ્રવાહ આવતો રહેશે. ઉઘરાણી, લોન અથવા અન્ય પ્રકારે આવનાર નાણાં માટે તમારી દોડધામ વધશે પરંતુ છેવટે તેનું ફળ મળતા તમે હાશકારો અનુભવશો. જોકે, તમારા મોજશોખ અને વૈભવી જીવનશૈલી…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સમગ્ર સપ્તાહ આપના માટે સમયના સદુપયોગનો સંકેત આપી રહ્યું છે. તમે અભ્યાસમાં ધ્યાન આપી શકશો પરંતુ સાથે સ્થિરતા વધારવી જરૂરી છે. કેટલાક એવા તબક્કા પણ આવશે જ્યારે તમને કંટાળો આવે માટે આયોજનપૂર્વક આગળ વધવું. સપ્તાહના મધ્યમાં તમે…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ દરમિયાન આપની સ્વાસ્થ્ય સુખાકારી સારા પ્રમાણમાં જળવાઈ રહેશે પરંતુ ઉત્તરાર્ધમાં તમને બેચેની, વ્યાકુળતા,અજંપો, અનિદ્રા અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા ખાસ આ સમયમાં દાંતમાં દુખાવો, જીભ પર ચાંદા પડવા,…

નિયતસમયનું ફળકથન