સુસંગતતા


અશ્વ – ડુક્કર સુસંગતતા

અશ્વ પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં પતિ ઘણો અટલ, આકર્ષક અને મોહક હોય છે અને ડુક્કર રાશિમાં જન્મેલી નિષ્ઠાવાન અને મહત્વાકાંક્ષી પત્નીને પોતાની રીતે જીવવા માટે મનાવી શકે છે. પત્ની ઘણી કરુણાવાળી અને મિલનસાર હોય છે અને અશ્વ રાશિના પતિ સાથે કોઈપણ કામ આનંદથી કરી શકે છે. પરંતુ પત્ની વધુ વફાદારી રાખ્યા બાદ તેનો પતિ પણ તેના પ્રત્યે વધુ ધ્યાન આપે તેવી અપેક્ષા રાખે છે અને પતિ પણ તેની પત્નીની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તૈયાર રહે છે. જો કે પતિને જ્યારે ખબર પડે કે તેની પત્ની તેના માટે જેટલી ચિંતા કરે છે એટલી જ અન્ય લોકોની બાબતોમાં પણ ચિંતા કરે છે ત્યારે તેને ગમતું નથી. એકબીજાની નબળાઈઓ સ્વીકારી લેવાનું તેમના માટે અઘરૂં પડે છે.

ડુક્કર પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને મોજશોખમાં વધારે પડતા રત અને હરવાફરવાના શોખીન હોય છે. અને એકબીજા પાસેથી ઘણું પ્રાપ્ત કરે છે. આ જોડીમાં પત્ની રચનાત્મક અને સાહસિક હોય છે જ્યારે પતિ વિશ્વાસુ અને સારા સ્વભાવનો હોય છે. પતિ હંમેશા તેની પત્નીને ખુશ મિજાજમાં જોવાનું પસંદ કરે છે જ્યારે પત્નીને તેના પતિની નિષ્ઠા અને નિખાલસતા ખૂબ આકર્ષક લાગે છે. બંને એકબીજાને અનુકૂળ બનવાનું મહત્વ સમજે છે. તેઓ બંને તેમના દાંપત્યજીવનમાં ખૂબ સારી રીતે સહભાગી બનશે પરંતુ બંને એકબીજાની બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે. તેઓ ભવિષ્યની ચિંતા કરવાના બદલે વર્તમાનમાં જીવવાનું વધુ પસંદ કરે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ