For Personal Problems! Talk To Astrologer

કર્ક સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (18-10-2020 – 24-10-2020)

સપ્તાહની શરૂઆતમાં તમે લાગણીઓ પર કાબૂ નહીં રાખી શકો તો આ સમય અંગત જીવન માટે વિક્ષેપકારક સાબિત થશે. જીવન અને સંબંધોમાં ગંભીરતા માટેનો કહી શકાય. પ્રેમ આપવાની અને પામવાની ઝંખના વધુ ઉત્કટ અને તીવ્ર બનશે. તમારી દિલની લાગણીઓને જીવનસાથી સમક્ષ વધુ સ્પષ્ટપણે વ્યક્ત કરી શકશો. પરંતુ અત્યારે તમને સંબંધોમાં ક્યાંકને ક્યાંક અનિશ્ચિતતાનો અહેસાસ થઇ શકે છે. કામકાજમાં આપની સર્જનાત્મક્તા વધશે અને પર્ફોમન્સ પણ સારું રહે. પૈતૃક ધંધામાં જોડાયેલા જાતકો માટે શરૂઆત સારી છે. નોકરિયાતો સપ્તાહના ઉત્તરાર્ધમાં ઉત્તમ પરફોર્મન્સ આપી શકે. જોકે, કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં જ મજા છે. આર્થિક બાબતે ખાસ વાંધો નહીં આવે પરંતુ ધંધામાં અપેક્ષા કરતા થોડો ઓછો નફો થઇ શકે છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ છે. સપ્તાહના પહેલા દિવસે કફ, ઉધરસ, છાતીમાં સામાન્ય દુખાવો વગેરે ફરિયાદો થઇ શકે છે.

વધુ જાણો કર્ક

Free Horoscope Reports 

કર્ક માસિક ફળકથન – Oct 2020

કર્ક વાર્ષિક ફળકથન – 2020

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ