For Personal Problems! Talk To Astrologer

સાડા સાતી વિશેની કેટલીક રસપ્રદ જાણકારી જે અાપે જાણવી જરૂરી છે


Share on :


શું અાપ શનિની સાડાસાતી કે પનોતીથી ગભરાવ છો?  તો ચાલો જાણીઅે શનિની અા ગૂઢ અને ડરામણી ચાલનો અાપના જીવન પર શું પ્રભાવ પડશે?

શનિ – કઠોર શિક્ષક
હા, ખરું છે કે શનિ કઠોર શિક્ષક છે જે અયોગ્યતા, ગેરશિસ્ત અને અનિયમિતતાને જરા પણ ચલાવી લેતો નથી પણ અા ગ્રહ ખૂબ જ સખત અભિગમ ધરાવે છે. સમાનતા અને ન્યાય જેવા ગુણનો અાગ્રહી શનિ દરેક લોકને સરખી રીતે જૂઅે છે. અાપને જાણીને નવાઇ લાગશે કે ભગવાન વિષ્ણુ અને શિવ પણ સાડા સાતીને અસરથી બચી શક્યા નથી.

શનિ જેવો ઉત્તમ મિત્ર અને અસરકારક શિક્ષક કોઇ ના હોઇ શકે પણ માત્ર કેટલાક લોકો જ અા હકીકતને સમજી શકે છે.

શનિ – સમ્રાટ વિક્રમાદિત્ય
શનિની ભયજનક અસરોને માનવીય અનુભવથી જોઇઅે તો સમ્રાટ ચક્રવર્તી વિક્રમાદિત્ય પણ તેની અસરથી બચી શક્યા નથી અને તેમને પણ ખૂબ જ કષ્ટદાયક અને દુખ:મય સમયમાંથી પસાર થવું પડ્યું હતું. સમ્રાટનો અેટલો ખરાબ સમય હતો કે કમાણી માટે તેમણે સ્મશાનગૃહની કાળજી રાખતા રખેવાળને ત્યાં પાણી ભરવાના કામમાં રહેવું પડ્યું હતું.

સાડાસાતીનું કઇ રીતે થાય છે?
અાપ વિચારતા હશો કે સાડાસાતી શું છે અને તેના કારણો શું? જો અાપની કુંડળીમાં જન્મના ચંદ્રથી બારમી, પહેલી અને બીજી રાશિમાંથી શનિ પસાર થતો હોય તો અાપ સાડાસાતીના પ્રભાવ હેઠળ છો તેમ કહેવાય. અા ગોચરને પહેલો તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો અેમ ત્રણ ભાગમાં વહેંચવામાં અાવે છે. ત્રણ તબક્કામાંથી બીજા તબક્કાને સૌથી કઠીન તબક્કો ગણવામાં અાવે છે.

જાતકોના જીવન પર થનારી અસરો:
જ્યોતિષશાસ્ત્ર મુજબ વિવિધ ગ્રહોના ગોચરમાંથી સાડાસાતીનું ગોચર જીવનના કેટલાક ક્ષેત્રો પર જોરદાર પ્રભાવ પાડે છે. ક્યારેક અેક સાથે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ મહેસુસ કરી શકાય છે. શનિ ખૂબ જ મંદ ગતિનો ગ્રહ મનાય છે અને અાપણા મન અને વિચારસરણની પ્રક્રિયાના કારક અેવા જન્મના ચંદ્ર પર તેની અસર અાપણી વિચારવાની પ્રક્રિયાને મંદ બનાવે છે અને નિર્ણયશક્તિના કૌશલ્યને પઇ હાનિ પહોંચાડે છે.

સાડે સાતી પ્રતિશોધ અથવા કષ્ટદાયક તબક્કો છે અેવી સમજ લોકોમાં પ્રવર્તે છે પણ તે હકીકતમાં વ્યક્તિને વધુ જવાબદાર બનીને તેના વ્યક્તિત્વને વધુ નિખાર અાપવાનો અને લયબદ્વ બનાવવાનો મોકો અાપે છે.

અા ઘટનાને વધુ સારી રીતે સમજવા માટે દૃષ્ટાંત:
કલ્પના કરો કે તમે નિરાંતે અેક કાર હંકારીને જઇ રહ્યા છો અને અચાનક કોઇ બાહ્ય પરિબળ તમને ફરજીયાત બ્રેક મારવા માટે મજબૂર કરે છે. અા સ્થિતિમાં પહેલા તમને અાંચકો લાગશે અને વ્યાકુળ બનશો. ત્યારબાદ ફરીથી અે જ ગતિઅે કાર હંકારવાનું શરૂ કરો છો તો બ્રેક દબાવેલી જ છે અને મંદ ગતિઅે અાગળ વધી રહ્યા હોવ તેવું લાગશે.

અા લેખ પણ ગમશે: શનિનો ધનમાં પ્રવેશ: અાશાવાદનો ઉદય કે પછી પ્રારબ્ધનો તબક્કો – તો ચાલો જાણીઅે

ઉપરના ઉદાહરણની સમજ:
અાપ પરવાનગીપાત્ર મર્યાદા કરતા વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા હોવ તો પણ અચાનક બ્રેક મારવાની ફરજ પડી હોય અને તેથી સાવચેતીપૂર્વક અાગળ વધવા માટે સાવધ બન્યા હોય. અા પ્રકારની જ અસર સાડાસાતી અાપણા મન પર પાડે છે. સંપૂર્ણ રીતે અા તબક્કો ખરાબ છે કે પછી પ્રતિશોધનો સમયગાળો છે તે ભૂલભરેલી માન્યતા છે. અાપણા કર્મને અાધારે શનિ પરિણામ અાપે છે તેમજ જીવનમાં અાપના કાર્યો પ્રત્યે શિસ્તબદ્વ અને જવાબદાર થવાનું કેટલું મહત્વ છે તે યાદ કરાવતો રહે છે. વિનમ્રતા અને કાર્યદક્ષતાના ગુણોથી અાપ પણ સાડાસાતીના સફરની સહેલગાહ માણી શકશો.

અા તબક્કાને કઇ રીતે સંભાળશો?
પણ, શું અા બધુ સરળ છે? અાપણે બધા જાણીઅે છીઅે કે જીવનને માણવા માટેનો અાદર્શ માર્ગ જવાબદાર અને વ્યવહારિક બનવાનો છે. પણ શું તેની ચોક્કસ રીતે ખાતરી કરવામાં સફળ રહેશું? હા કે ના પણ હોઇ શકે. શનિના અા કઠોર ગોચરમાં શું કરવું જોઇઅે? તો જ્યોતિષ દ્વારા લેખિત સાડાસાતી રિપોર્ટ જવાબ છે. અા રિપોર્ટ મારફતે જીવનના મહત્વના ક્ષેત્રો પર થનારી અસરોથી માહિતગાર થશો અને અા અસરથી થનારી સંભવિત સમસ્યાનો અસરકારક ઉકેલ પણ પ્રાપ્ત કરી શકશો. અા રિપોર્ટ અાપને ભરપૂર અાત્મવિશ્વાસ સાથે અા અગ્નપરિક્ષાને પાસ કરવા સક્ષમ બનાવશે તેમજ અાપને ખોટા કે અયોગ્ય નિર્ણયો લેતા રોકશે.

શનિનું ધન રાશિમાં અાગામી ગોચરનો અર્થ અે છે કે સાડાસાતી વૃશ્વિક અને ધન રાશિના જાતકો માટે ચાલુ રહેશે અને મકર રાશિના જાતકો માટે પણ સાડાસાતીની શરૂઅાત થશે. તેથી અા રિપોર્ટ અા માત્ર ત્રણ ચંદ્ર રાશિના જાતકોને લાગુ પડે છે. અન્ય લોકો અારામ ફરમાવી શકે છે અને તેને સહેલાઇથી લઇ શકે છે.

અમને અાશા છે કે અમારો અા હસ્તલિખિત રિપોર્ટ અાપના જીવનમાં અા તબક્કાનો સામનો કરવા અાપને પૂરતી શક્તિ અને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે.

ગણેશજીના અાર્શીવાદ સાથે
અાદિત્ય સાંઇ

09 Dec 2016


View All blogs

More Articles