બેજન દારૂવાલા


બેજનજીનો પરિચય

બેજન દારૂવાલા – એક ઉત્કૃષ્ટ ભવિષ્ય વેતા! વિશે
સમગ્ર વિશ્વમાં ખૂબ જ ખ્યાતિ પામેલા જ્યોતિષવિદ અને ભવિષ્યવેતા શ્રી બેજન દારૂવાલા આમ તો એવી હસ્તી છે જેમનો કોઈ શાબ્દિક પરિચય આપવાની જરૂર નથી. તેમની ખ્યાતિ અને તેમનું કામ જ તેમની ઓળખ માટે પુરતા છે. ૧૧ જુલાઈ ૧૯૩૧ના રોજ જન્મેલા, બેજનજી પારસી(ઝોરોસ્ટ્રીયન) પરિવારના હોવા છતાં, ભગવાન શ્રી ગણેશજીના પરમ ભક્ત છે. પ્રેમાળ અને માયાળુ સ્વભાવના બેજનજીએ તેમના ક્ષતિરહિત ફળકથનોનાં કારણે અનેક પ્રશસ્તિઓ અને બહોળી પ્રસિદ્ધિ મેળવી છે. સંખ્યાબંધ જ્યોતિષીઓ તેમના જ્યોતિષીય ફળકથનો માટે એક કે બે પદ્ધતિઓને અનુસરતા હોય છે તેવા સમયમાં બેજનજી વૈદિક અને પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના સમન્વયથી ફળકથન કરવા બદલ વિશેષ ખ્યાતિ પામેલા છે. આઈ-ચિંગ, ટૅરો, અંકશાસ્ત્ર અને કબાલા તેમજ હસ્તરેખા પદ્ધતિને પણ તેઓ અનુસરે છે. આ તમામ સિદ્ધાંતોના યોગ્ય સમન્વયથી તેઓ ખૂબ જ સચોટ અને સુસંગત ફળકથન કરી શકે છે. આ ઉપરાંત કુદરતી બક્ષીસ રૂપે મળેલી આંતરસ્ફૂર્ણાના કારણે તેઓ, પોતાના અંતરના અવાજ પર વિશ્વાસ રાખે છે અને કોઈપણ ફળકથન ગણેશજીના આશીર્વાદ લઈને કરે છે..

બેજનજી સમગ્ર દુનિયામાં સંખ્યાબંધ અખબારો, સામયિકો, ટેલિવિઝન ચેનલો અને પ્રકાશન ગૃહો સાથે નિકટથી સંકળાયેલા છે. તેઓ ભારતની પ્રથમ ક્રમની જ્યોતિષીય વેબસાઈટ GaneshaSpeaks.comના બ્રાન્ડ એમ્બેસેડર છે અને પીઠબળ પુરું પાડે છે, ઉપરાંત આ વેબસાઈટની જ્યોતિષીય ટીમને સત્તાવાર રીતે પોતાના જ્ઞાનની વારસાદાર જાહેર કરી છે. તેઓ કોલંબસ, ઓહાયોમાં એનબીસી અને એબીસી ટીવી ચેનલમાં પણ જોવા મળ્યા હતા, તેમજ ઑગસ્ટ ૧૯૯૯માં બીબીસી પર હાર્ડ ટોક ઈન્ડિયામાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બેજનજી પોતાની દૂરંદેશી અને સચોટ ફળકથનના કારણે ભારતના બેસ્ટસેલર લેખકોની હરોળમાં સ્થાન મેળવી શક્યા છે. તેમના લેખો/ ફળકથનો નિયમિતપણે રવિવારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા(મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ), નવહિન્દ ટાઈમ્સ(ગોવા), ડેલ એન્યુઅલ હોરોસ્કોપ(ન્યૂયોર્ક), ન્યૂઝ ઈન્ડિયા(ન્યૂયોર્ક), બેર્કલી કમ્યુનિકેશન્સ(લંડન) તેમજ અન્ય માધ્યમોમાં પણ પ્રકાશિત થાય છે.

બેજનજીની સિદ્ધિઓ અને સચોટ ફળકથનોને વ્યાપક પણે પ્રસંશા, સ્વીકૃતિ અને સન્માન મળ્યા છે જેમકે, તમામ ક્ષેત્રોમાં રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરતી અને પ્રોત્સાહન આપતી સંસ્થા, ભારત નિર્માણ દ્વારા તેમને ૨૭ ઑગસ્ટ, ૨૦૦૦ના રોજ “એસ્ટ્રોલોજર ઓફ ધ મિલેનિયમ” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફેડરેશન ઓફ ઈન્ડિયન એસ્ટ્રોલોજર્સ દ્વારા તેમને વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સર્વોચ્ચ ઉપાધી – જ્યોતિષી મહાહોપાધ્યાય એનાયત કરવામાં આવી છે, જ્યારે રશિયન સોસાયટી ઓફ એસ્ટ્રોલોજર્સ ઓફ સેન્ટ પીટર્સબર્ગ દ્વારા તેમને બેસ્ટ એસ્ટ્રોલોજર ઓફ ૨૦૦૯ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જોકે, તેઓ પોતાના માટે સૌથી કિંમતી અને સર્વોચ્ચ સન્માન અને વળતર તેમને લોકો તરફથી મળેલા પ્રેમ અને વિશ્વાસને માને છે, અને ગણેશજીના આશીર્વાદ હંમેશા તેમને સચોટ ફળકથનમાં મદદરૂપ થાય છે.

GaneshaSpeaks.com સાથે બેજન દારૂવાલાનું જોડાણ

GaneshaSpeaks.com ની સેવાના પ્રારંભથી જ ઉત્કૃષ્ટ પીઠબળ પુરું પાડતા શ્રી બેજન દારૂવાલા GaneshaSpeaks.comના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ સંસ્થાના મુખ્ય જ્ઞાન સ્ત્રોત સમાન બેજનજીએ વર્ષ ૨૦૦૩માં આ વેબસાઈટ અને તેની સંખ્યાબંધ જ્યોતિષીય સેવાઓનું ઔપચારિક રીતે ઉદ્ઘાટન કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી નાદુરસ્ત તબિયતના કારણે શ્રી બેજન દારૂવાલા આ સંસ્થામાં સક્રિય ભૂમિકામાં નથી રહી શકતા. જોકે, તેમણે થોડા વર્ષ પહેલા જ GaneshaSpeaks.com અને તેના જ્યોતિષીઓની ટીમને સત્તાવાર રીતે પોતાના જ્ઞાનના વારસદાર જાહેર કર્યા છે, અને હાલમાં તેઓ ગણેશાસ્પિક્સની ટીમને માર્ગદર્શન પુરુ પાડે છે.

બેજનજીના શબ્દોમાં કહીએ તો, – “ગણેશજીના આશીર્વાદથી, મેં મારા જીવનનો મોટાભાગનો સમય જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવામાં તેમજ પ્રેક્ટિસ કરવામાં વિતાવ્યો છે, માટે આ ક્ષેત્રે મેં ઘણું જ્ઞાન અને બહોળો અનુભવ મેળવ્યા છે. હું માનવકલ્યાણ માટે આ જ્ઞાનનો ભંડાર મારી પાછળ પણ છોડી જવા માંગુ છું. મારી કળા અને મારું નામ ભવિષ્યમાં પણ જીવંત રાખવા માટે હું GaneshaSpeaks.comની ટીમ પર ભરોસો મૂકુ છું.” બેજનજીએ GaneshaSpeaks.comને પોતાના જ્ઞાનનો વારસો સોંપવાની સત્તાવાર જાહેરાત કરી ત્યારે આ શબ્દો કહ્યા હતા. GanehaSpeaks.comમાં પાયાના જ્યોતિષીયોની ટીમની પસંદગીમાં તેઓ સંકળાયેલા હતા જેથી પોતાનું જ્ઞાન સાચા હાથમાં જઈ શકે. આજે, તે માર્ગે આગળ વધીને GanehaSpeaks.com વેબસાઈટ લોકોની અપેક્ષાઓમાં ખરી ઉતરી છે અને તેમને સાચું દિશાસુચન કરે છે. આ પરથી એક વાત નક્કી થાય છે કે બેજનજીએ તેમના સકારાત્મકતા, વિશ્વસનિયતા, ચોક્કસાઈ અને ભરોસાનો વારસો જાળવવા માટે ખરેખર યોગ્ય ટીમ પસંદ કરી છે.

GanehaSpeaks.comની ટીમ સાથે બેજનજી

બેજનજી તેમના જ્ઞાનના વારસદાર તરીકે ગણેશાસ્પિક્સ ટીમ ની જાહેરાત કરી રહ્યા છે.