For Personal Problems! Talk To Astrologer

કુંભ વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2020)

પ્રોફેશનલ મોરચે તમે ઘણી સારી શરૂઆત કરશો. દેશાવર કાર્યોમાં પણ ફાયદો થશે. તમે શરૂઆતમાં જ તમારો પ્રોફેશનલ બેઝ મજબૂત કરવા પર ધ્યાન આપશો જેના કારણે કેટલાક ખર્ચ થઇ શકે છે પરંતુ તેનાથી લાંબાગાળે સારો ફાયદો થશે. શરૂઆતથી ફેબ્રુઆરીના મધ્ય સુધીનો તબક્કો બાદ કરતા મોટાભાગના સમયમાં તમે પ્રોફેશનલ મોરચે સક્રિય રહેશો. ફેબ્રુઆરીથી એપ્રિલના મધ્ય સુધીના સમયમાં તમે પોતાના પ્રોફેશનલ સંપર્કો વધારવા માટે તમે પ્રયત્નશીલ રહેશો. આ ઉપરાંત સરકારી કાર્યોમાં અથવા ધંધામાં કોઇ કાયદાકીય પ્રશ્નો ઉકેલવાના હોય તો વર્ષનો મધ્યનો તબક્કો ઉત્તમ જણાઇ રહ્યો છે. આ વર્ષમાં ખાસ કરીને શેરબજાર, ગેમ્બલિંગ, વાયદાબજાર વગેરેથી દૂર રહેવામાં તમારી ભલાઇ છે. સપ્ટેમ્બર મહિના પછી લાંબાગાળાના દૃષ્ટિકોણ સાથે શેરબજારમાં રોકાણ કરી શકો છો પરંતુ ઝડપથી કમાણી થવાની આશા છોડી દેજો. લોખંડ, સીમેન્ટ, રબર, ટાયર, કોલસો વગેરેને લગતા કાર્યોમાં આ વર્ષમાં તમારે થોડા પડકારોનો સામનો કરવો પડે. નોકરી કે વ્યવસાયમાં તમે પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં સફળ રહેશો.

કુંભ સાપ્તાહિક ફળકથન – 09-08-2020 – 15-08-2020

કુંભ માસિક ફળકથન – Aug 2020

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર

વધુ જાણો કુંભ