For Personal Problems! Talk To Astrologer

કુંભ – મેષ સુસંગતતા

કુંભ અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને કુંભ રાશિ વચ્ચેનો સંબંધ ઉત્તેજના અને સાહસથી ભરપૂર તેમજ રસપ્રદ હોય છે. તેમને બંનેને મોજ-મજા અને સ્વતંત્રતા ગમતી હોવાથી તેઓ એકબીજાની કંપની માણી શકે છે. તેમના વ્યક્તિગત લક્ષણો એક સરખા હોવા છતાં કુંભ જાતકોને મેષ જાતકો કરતા વધારે સ્વતંત્રતા જોઇએ છીએ, અને આથી તેમના વચ્ચે બોલાચાલી થઇ શકે છે. કુંભ જાતકો હંમેશા મેષ જાતકોની સ્વયંસ્ફૂરિતાને ટેકો આપે છે અને બદલામાં મેષ જાતકો હંમેશા કુંભ જાતકોની સર્જનાત્મક તથા રચનાત્મક વિચારોના વખાણ કરે છે.

કુંભ પુરુષ અને મેષ સ્ત્રી વચ્ચે સુસંગતતા
મેષ રાશિની સ્ત્રી જલ્દી ગુસ્સે થઇ જાય છે અને તેને શાંત પડતા થોડો સમય લાગે છે. આમ તે ઘણી મોજ-મસ્તી કરનારી અને શક્તિથી ભરપૂર હોય છે. કુંભ રાશિનો પુરુષ તેના સાહસિક અને બિનરૂઢિવાદી વર્તન દ્વારા સરળતાથી મેષ રાશિની સ્ત્રીને ખુશ કરી શકે છે. ઘણાં ગુણો હોવાથી કુંભ રાશિના પુરુષનું જીવન ઘણું ગતિશીલ હોય છે. તે હંમેશા સમય સાચવનારો અને કહ્યાગરો નથી હોતો. તેને પોતાની સ્વતંત્રતા વ્હાલી હોય છે અને તે પોતાની સ્ત્રીને સ્વતંત્રતા આપવામાં માને છે.

કુંભ સ્ત્રી અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા
મેષ રાશિના પુરુષ સ્વભાવે ઘણાં રોમેન્ટિક હોય છે અને કુંભ રાશિની સ્ત્રીનો રસ જાળવી રાખે છે. આ રાશિના પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે શારીરિક સંબંધો ઘણી સારી રીતે માણી શકે છે. મિત્રો અને સંબંધીઓને હળવુ-મળવુ બંનેને ગમે છે. પણ કેટલીક વાર મેષ જાતકોને એકાંત જોઇતું હોય છે અને કોઇની દખલગીરી તેમને ગમતી નથી. આવા સમયે સ્ત્રીએ પુરુષનો ગુસ્સો કાબુમાં રાખવો જોઇએ અને ધીરજથી કામ લેવુ જોઇએ. કુંભ રાશિની સ્ત્રી મેષ રાશિના પુરુષના મૂળ સ્વભાવ અને સ્વયંસ્ફૂરિતાથી આકર્ષાય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિકો તેમજ નોકરિયાતવર્ગ માટે આ સપ્તાહ એકંદરે સફળતાના સંકેત લઈને આવ્યું છે પરંતુ શરૂઆતના બે દિવસમાં તમારી માનસિક ચંચળતા અને બેચેની અનેક પ્રકારે અવરોધશે. કોઈપણ કાર્યમાં કઈ રીતે આગળ વધવું તે સમજવા માટે બીજાની મદદ લેવી આપના…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને પ્રણયસંબંધોમાં આર્થિક ખર્ચની તૈયારી રાખવી પડશે. સંબંધો ટકાવી રાખવા માટે થોડા પ્રયત્નો પણ વધારવા પડશે. દાંપત્યજીવનમાં ગુસ્સો ખાસ ટાળજો અન્યથા તમારી વચ્ચે કારણ વગરનો તણાવ ઉભો થશે. મિત્રો અને ભાઈબહેન સાથેના…

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપને લાભ અને ખર્ચ બંને પ્રકારના યોગ જણાઈ રહ્યા છે. સપ્તાહના પ્રારંભે આપને તબીબી, સેવા કાર્યો અથવા ધાર્મિક ખર્ચની સંભાવના વિશેષ છે. હાલમાં તમે જુની ઉઘરાણી ઉકેલવા માટે સક્રીય થશો અને તેના કારણે કદાચ એકાદ મુસાફરી અથવા…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં કોઈને કોઈ કારણથી અવરોધો કે વિઘ્નો ઉભા થાય અને અભ્યાસના માહોલમાં અશાંતિ વર્તાય. જોકે, ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં આગળ વધવા માટે શરૂઆતનો સમય સારો છે. અત્યારે તમે કોઇપણ ચર્ચા અથવા…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપની સ્વાસ્થ્ય સુખાકારી ખૂબ સારી જળવાઈ રહેશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે અને માનસિક પ્રસન્નતાના કારણે આપના શરીરમાં પણ ચુસ્તી અને સ્કૂર્તિનો અહેસાસ થશે. શરૂઆતના બે દિવસમાં તમારે ખાવાપીવાની આદતોમાં નિયમિતતા લાવવી…

નિયતસમયનું ફળકથન