For Personal Problems! Talk To Astrologer

વૃષભ વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2020)

શરૂઆતનો સમય નોકરિયાતો માટે બહેતર ફળદાયી જણાઇ રહ્યો છે. વર્ષની શરૂઆતમાં નોકરિયાતો તેમના ઉપરીઓના માર્ગદર્શન અને કામ કરવાની પોતાની ધગશના કારણે નવા આયામો સુધી પહોંચવામાં સફળ રહેશે. બીજી તરફ વ્યવસાયમાં તમે નવા કરારો કરી શકો છો અથવા પહેલાંથી જ કોઇ ભાગીદારી અથવા ટીમવર્કના કાર્યોમાં જોડાયેલા હોવા તો ઉત્તમ પરફોર્મન્સ દ્વારા સૌને અચંબિત કરી શકો છો. અત્યારે ખાસ કરીને સેલ્સ, માર્કેટિંગ, વાણીનું પ્રભૂત્વ ધરાવતા કોઇપણ ક્ષેત્રોમાં ફેરફારની ઇચ્છા વધુ થશે. કમ્યુનિકેશન, સેલ્સ, શિક્ષણ વગેરેમાં ઓગસ્ટના અંતર સુધી સાચવવું પડશે અને ગ્રાહકોને સંભાળવા માટે વધુ પ્રયાસ કરવા પડશે. જાન્યુઆરીના અંત પછી ખાસ કરીને આયાતનિકાસના કાર્યો અથવા દૂરના અંતરના કાર્યોમાં વિલંબ થઇ શકે છે. જોકે, સ્થાનિક કાર્યોમાં તમે વધુ સારી રીતે આગળ વધી શકશો. એપ્રિલ અને મે મહિનામાં એવા કોઈ પણ કાર્યોથી દૂર રહેવું જેમાં તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવાની અથવા તમારી પ્રતિષ્ઠા ખંડિત થવાની શક્યતા હોય. શક્ય હોય ત્યાં સુધી નોકરિયાતોએ આખું વર્ષ ઓફિસની આંતરિક રાજનીતિથી દૂર રહેવું.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 23-02-2020 – 29-02-2020

વૃષભ માસિક ફળકથન – Feb 2020

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ