વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2021ના ત્રીજા સપ્તાહના રાશિફળને જોઇએ તો, આ સપ્તાહ આપના માટે સારું રહેશે. તમે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો, જેના કારણે નોકરીમાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તેમ છતાં કેટલાંક કામોમાં ગરબડ થવાને કારણે તમારે જવાબ આપવો પડી શકે છે. જો તમે સરકારી ક્ષેત્રમાં કાર્યરત છો તો તમારે ઇન્ક્વાયરીનો સામનો કરવો પડી શકે છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી કોઇ સમસ્યા આ સપ્તાહે તમને પરેશાન કરી શકે છે. દાંપત્ય જીવનમાં એક બીજાને સારી રીતે સમજી ન શકવાની બાબત સમસ્યાઓને વધારશે. પ્રેમ જીવનમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થસે અને પોતાના મિત્રોની સાથે સમય ગાળવાની તમને તક પ્રાપ્ત થશે. તમારી ઇનકમમાં વધારો થશે અને તમે કંઇ નવું કરવાનો પ્રયાસ કરશો. તમે સમાજની ભલાઈ માટેનું કોઇ કામ કરી શકો છો. તમારું આરોગ્ય નબળું રહી શકે છે, તેથી તમારે ધ્યાન રાખવાની જરૂર છે.