For Personal Problems! Talk To Astrologer

વૃષભ – વૃષભ સુસંગતતા

વૃષભ અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

બળદના પ્રતિકનું પ્રતિનિધિત્વ કરતા વૃષભ જાતકો તેમના સૌમ્ય, સમજદારીભર્યા, નમ્ર અને કરૂણાસભર સ્વભાવ માટે જાણીતા છે. વૃષભ જાતક હંમેશા વફાદાર અને ભરોસાપાત્ર હોય છે. પૈસા ખર્ચવાની બાબતમાં સજાગ રહેતા હોવાથી વૃષભ જાતકો હંમેશા જીવનની શ્રેષ્ઠ વસ્તુઓનો આનંદ માણી શકે છે. તેઓ શારીરિક અને ભાવનાત્મક બંને શક્તિઓથી ભરપૂર હોય છે. જો કે અહીં વાતનો અંત નથી આવતો. વૃષભ જાતકો ખૂબ જ જીદ્દી અને હઠીલા સ્વભાવના હોય છે અને બે જણાં વચ્ચે સુમેળ સાધવામાં તેમનો આ જ સ્વભાવ આડો આવે છે, જે ખરેખર બિનજરૂરી બાબત છે.

વૃષભ પુરુષ અને વૃષભ મહિલા વચ્ચેની સુસંગતતા
બંને જણામાં જિદ્દીપણું અને નમતું ન જોખવાની ભાવના હશે. જે ચોક્કસપણે પારિવારિક સમસ્યાઓ સર્જી શકે છે. તેઓ હંમેશા પોતાના જ નિર્ણયોને વળગી રહેવાનો આગ્રહ રાખે છે. એમ છતાં ય કુદરતના સાનિધ્યમાં એકાંતની પળો માણતી વખતે તેઓ તેમની શ્રેષ્ઠ પળોનો આનંદ ઉઠાવી શકે છે અને પરસ્પર પ્રણયમગ્ન બની શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે પ્રોફેશનલ મોરચે તમારી ગતિ જળવાઇ રહેશે અને કામકાજમાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો પરંતુ અત્યારે ખાસ કરીને દેશાવર કાર્યોમાં થોડો વિલંબ થવાની શક્યતા છે. ઈલેક્ટ્રોનિક, મશીનરી અથવા મિલકતોને લગતા વ્યવસાયમાં હશે તેમને…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધો માટે અત્યારે સમય થોડો જટીલ છે. સંબંધોને સાચવવાની કળા તમારે અત્યારે બતાવવી પડશે. વિવાહિતોને અત્યારે પારસ્પરિક વિશ્વાસ વધારવો પડશે અને તમારા સાથી પર સ્વામીત્વની ભાવના છોડવી પડશે. જેટલા સમર્પિત અને વિનમ્ર રહેશો એટલો…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી આવકમાં ઘણા સમયથી અનિશ્ચિતતા હશે તેનો આ સપ્તાહના ઉત્તરાર્ધથી અંત આવશે માટે લાંબો વિચાર કરીએ તો એકંદરે સારા સમયની શરૂઆત થઇ રહી છે. તમારી રોજિંદી આવકના સ્ત્રોતો છે ત્યાંથી કોઈને કોઈ પ્રકારે વત્તા-ઓછા પ્રમાણમાં આવક થતી…

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અત્યારે એકંદરે અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપી શકશે. જેઓ અભ્યાસ સિવાયના કોર્સ કરી રહ્યા છે તેમને પણ અત્યારે કંઇક નવું જાણવાની અને શીખવાની તકો મળે. સપ્તાહના મધ્યમાં તમને સામાન્ય અભ્યાસ કરતા પરાવિજ્ઞાન અને ગૂઢ…

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય સુખાકારીમાં તમારે વધુ ધ્યાન રાખવું પડશે. સપ્તાહની શરૂઆતમાં કોઈ જુની સમસ્યા માથુ ઉંચકે તેવી સંભાવના છે. પેટની સમસ્યાથી પીડાતા જાતકોએ પણ વધુ સાવચેતી રાખવી. ડાયાબિટિસ અને પેટને લગતી સમસ્યાઓ હોય તેમણે અત્યારે જરાય…

નિયતસમયનું ફળકથન