Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – ધન સુસંગતતા
વૃષભ અને ધન રાશિ વચ્ચે સુસંગતતા
આ બંને જાતકો એકબીજાના સ્વભાવને બદલવાનો પ્રયાસ કરવાના બદલે એકબીજાના પૂરક થઇને રહે તો તેમની વચ્ચેના પ્રેમ સંબંધોનો સુમેળ સારો સાબિત થઇ શકે છે. વૃષભ જાતકોને બહાર જવા કરતા ઘરમાં બેસીને નવલકથાઓ વાંચવી ગમે છે. જ્યારે ધન જાતકો સામાજિક અને બહાર ફરવાના શોખીન હોય છે. વૃષભ જાતક પોતાના ડહાપણથી ધન જાતકના પ્રેમાવેગને સમતોલ રાખવાનો પ્રયાસ કરે તો તેમની વચ્ચે સુસંગતતા જળવાઇ રહે છે. સર્વાંગી રીતે જોતાં તેમની વચ્ચે સારો તાલમેલ રહે છે.
વૃષભ પુરુષ અને ધન મહિલા વચ્ચે સુસંગતતા આ જોડીમાં બહુ સારો મેળ જોવા મળતો નથી. ધન મહિલા જાતકોએ હંમેશા પોતાના વૃષભ પુરુષ પાર્ટનરે આપેલા સલાહ-સૂચનો અને દબાણ હેઠળ આવીને અનુસરવા પડે છે. વૃષભ પુરુષની કઠોરતા અને ધન મહિલાના ડરપોક સ્વભાવને કારણે તકરાર ઊભી થાય છે. હા, પુરુષ પોતાની પત્નીને સ્વતંત્રતા આપે છે, જે મહિલાને માણવી ગમે છે. ગમે તેટલા અવરોધો આવવા છતાં તેમની વચ્ચે એકરાગ જળવાઇ રહે છે. આ બંને વચ્ચેના તાલમેલ વિષે ખૂબ જ સારી બાબત એ છે કે બિઝનેસમાં તેઓ બંને સાથે મળીને કામ કરે તો ખૂબ લાભદાયક પુરવાર થાય છે.
વૃષભ સ્ત્રી અને ધન પુરુષ વચ્ચે સુસંગતતા ધન પુરુષ જાતક કોઈપણ છોકરી દેખાય તેની સાથે પ્રેમ ચેષ્ટાઓ કરવાનું વલણ ધરાવે છે. વૃષભ મહિલા હરવાફરવાના શોખીન, સાહસિક અને ઉત્સાહી ધન પુરુષ જાતક તરફ બહુ આસાનીથી આકર્ષાય છે. ધન પુરુષનો બિન્દાસ સ્વભાવ અને વૃષભ સ્ત્રીની સુરક્ષાની અપેક્ષા, આ બંને બાબતોના કારણે તેમની વચ્ચે પ્રેમનો તાલમેલ ઓછો રહે છે. વૃષભ સ્ત્રી હંમેશા ધન પુરુષના બોલકણા સ્વભાવથી આકર્ષાય છે. આ એક બાબતને બાદ કરતા તેમની વચ્ચે સુમેળ જળવાઇ રહેવાનો અવકાશ બહુ ઓછો રહે છે.