આપનું સ્વાસ્થ્ય આ મહિનામાં સાચવવું પડશે કારણે કે શરૂઆતમાં શરીરની ગરમી, એસિડિટી અથવા પગના સ્નાયુઓમાં દુખાવો, પગમાં ઇજા વગેરે થઇ શકે છે. ઉત્તરાર્ધમાં પેટને લગતી ફરિયાદો વધસે. કામનું ભારણ લેવાની વૃત્તિના કારણે અવારનવાર થાક લાગશે માટે પુરતો આરામ કરવાની સલાહ છે. ઉત્તરાર્ધમાં બ્લડપ્રેશર, પીઠદર્દ,હૃદય સંબંધિત કોઈપણ બીમારી થઇ શકે છે. મેદસ્વીતા અને ડાયાબિટિસને લગતી ફરિયાદ હોય તો પણ અત્યારે ધ્યાન રાખવું.