આ મહિનો તમારા માટે ખુબ સારો રહેવાનો છે. તમે ખુબ પ્રભાવશાળી રહેશો. તમારી ચારેય તરફ લોકોની ભીડ રહેશે, જે તમને ફોલો કરશે. તમારી વાતોમાં દમ રહેશે, તમારી લોકપ્રિયતા વધશે. તમારા ખર્ચા વધારે રહેશે, જેનાથી તમારે તમારી તમારી ઇનકમને વધારવાનો વિચાર કરવો પડશે, પણ કેટલાક લોકો તમને પરેશાન કરવામાં કોઇ કસર નહીં છોડે, તેથી આવા લોકોથી સતર્ક રહેજો. તમારી ઇનકમમાં ધીમે-ધીમે વધારો થશે. તેથી તમારે ખુબ પ્રયાસ કરવા પડશે. નોકરિયાત વર્ગના લોકોની ટ્રાન્સફરના યોગ સર્જાઇ શકે છે. જે લોકો વેપાર કરે છે, તેમના માટે આ સમય ખુબ સારો રહેવાનો છે અને બિઝનેસમાં નફો થશે. પ્રણય જીવન મે આ મહીનો ખુબ સારો છે. તમે તમારા પ્રિયને કોઇ સારી ભેટ આપી શકો છો અને સંબંધોને પ્રગાઢ બનાવવાનો પ્રયાસ કરશો. પરિણિત લોકોનું દાંપત્ય જીવન ખુશનુમા રહેશે. તમારું આરોગ્ય પણ સારૂ રહેશે, જેથી કોઇ મોટી સમસ્યા આ મહિને તમને પરેશાન નહીં કરે. પ્રવાસ પર જવા માટે મહિનાની શરૂઆત અને અંતિમ ત્રણ દિવસ સારા રહેશે. કોઇપણ એવું કામ આ મહિને ન કરો, જે કાયદા અનુસાર સજાપાત્ર હોય નહીંતર તમે કોઇ મોટી મુસિબતમાં ફસાઇ શકો છો.