વૃષભ અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા
આ બંને રાશિના જાતકો વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે તેમજ શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં જીવવાનું પસંદ કરે છે. મિલનસાર, સૌમ્ય અને કરૂણાસભર સ્વભાવ એ બંને જાતકોમાં જોવા મળતા સામાન્ય ગુણો છે. એમ છતાં કોઇકવાર બધું બરાબર પાર પડતું નથી કે વ્યવસ્થિત ચાલતું નથી. જો કે તેની ચિંતા કરવાની જરૂર નથી. હંમેશા સમૂહમાં રહેવાનો તુલા જાતકોનો સ્વભાવ વૃષભ જાતકોને ખૂંચે છે. કારણ કે તેઓ માત્ર પોતાના નિકટના સ્વજનો સાથે જ રહેવા ઇચ્છતા હોય છે. તુલા જાતકોના મુત્સદ્દીભર્યા સ્વભાવને કારણે નજીવો સંઘર્ષ ઉદભવી શકે છે. એમ છતાં બંને જાતકો મોજશોખ અને વૈભવી જીવનમાં માનતા હોવાથી તથા ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોવાથી તેમની વચ્ચે સારો તાલમેલ રહે છે.
વૃષભ પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
તાલમેલની દૃષ્ટિએ વૃષભ પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે બહુ સારો સુમેળ નહીં રહે. પરંતુ બંનેમાં સંગીત, ફિલ્મ અને કલાના ક્ષેત્રમાં સમાન અભિરૂચિ હોવાથી બહુ વાંધો આવતો નથી. વૃષભ પુરુષની માલિકીપણાની વૃત્તિ તુલા સ્ત્રી જાતકને બધા સાથે હળવામળવાથી અટકાવે છે, જ્યારે તુલા સ્ત્રીને બધા સાથે હળવુંમળવું વધારે ગમે છે. પરસ્પર સ્વભાવમાં અસમાનતાઓ હોવા છતાં તેઓ મહત્વનો સમય એકબીજા સાથે વીતાવવાની કોશિશ કરતા હોવાથી તેમની વચ્ચે સામાન્ય સુમેળ રહે છે. ગણેશજીને એવું લાગે છે કે જો બંને જણાં વિપરીત તેમજ પ્રતિકુળ પરિસ્થિતિમાં પરસ્પર અનુકૂલન સાધીને રહે તો તેમની વચ્ચે સુમેળ રહે છે.
વૃષભ સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
બંને જાતકો વચ્ચેના સંબંધોમાં જબરદસ્ત તાલમેલ રહે છે, કારણ કે રોમાન્સ અને પ્રેમના આવેગમાં બંનેની ઉત્કટતા સમાન રહે છે. પરંતુ તેમના સંબંધો આગળ વધતા જાય ત્યારે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શકયતા છે. કારણ કે, તુલા પુરુષ જાતકમાં મોટાભાગે પોતાની સ્ત્રી સાથી પર નિષ્ઠાનો અભાવ હોવાથી વૃષભ મહિલા અસલામતીની ભાવના અનુભવે છે. એમ છતાં આ બાબત તેમની વચ્ચેના પ્રેમને અસર નથી પહોંચાડતી કારણ કે પોતાની વાત બીજાને ગળે ઉતારી દેવાની તુલા પુરુષની આવડત વૃષભ સ્ત્રીને ગમે છે. જ્યારે તુલા પુરુષ વૃષભ સ્ત્રીની દૃઢ નિર્ણયશક્તિ અને મક્કમ મનોબળ જોઇને તેનાથી પ્રભાવિત થાય છે. એકબીજાની ખામીઓને જતી કરવાનો પ્રયાસ કરે તો તેમની વચ્ચે ખૂબ જ સારા સંબંધો રહે છે.