Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – કર્ક સુસંગતતા
વૃષભ અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા
બંનેની પ્રકૃતિ પરસ્પર અનુકૂળ હોવાથી તેમનો સુમેળ વધારે હોય છે. બંને જાતકો સ્વભાવે લાગણીશીલ હોવાથી એકાંતમાં રોમાંચક પળોને ખૂબ સારી રીતે માણી શકે છે. આ બંને વચ્ચેની સુસંગતતા તેમની સીધી-સરળ જીવનશૈલીમાં પણ અજાયબીઓ સર્જશે. કરૂણાસભર, દરકારભર્યો સ્વભાવ અને ખૂબ સરળતાથી મિત્રો બનાવી લેવાનો બંનેનો અભિગમ ખૂબ પ્રશંસાપાત્ર બને છે. બંને જાતકોમાં આ સ્વભાવ સામાન્ય છે. તેમને વ્યસ્તજીવનથી દૂર રહેવાનું ગમે છે. પોતાની આસપાસ શું બની રહ્યું છે તેની પરવા કર્યા વગર તેઓ પોતાની જ દુનિયામાં હંમેશા ખોવાયેલા હોય છે.
વૃષભ પુરુષ અને કર્ક મહિલા વચ્ચેની સુસંગતતા બંને એકબીજાની ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષવાની ઇચ્છા ધરાવતા હોવાથી તેમની વચ્ચે સારો પ્રેમ હોય છે. પુરુષને સ્ત્રીની કલ્પનાઓ ગમે છે અને પુરુષને પોતાની કલામાં રૂચિ હોવાનું જાણ થતાં સ્ત્રીની સર્જનશક્તિ વધુ ખીલે છે. પુરુષ પ્રણયની અંતરંગ પળોને માણવા માટે એકાંતભરી ખાનગી જગ્યા ઇચ્છે છે અને સ્ત્રીને પણ તેવી જ ઉત્કટ ઇચ્છા હોય છે. પોતાની સ્ત્રીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનું પુરુષનું વલણ કર્ક મહિલાની સુરક્ષા માટેની અદમ્ય ઇચ્છાને સંતોષે છે. બંને વચ્ચે અવરોધ ત્યારે જ ઉભો થાય છે, જ્યારે પુરુષ બધી બાબતો પર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરે છે અને કર્ક મહિલાને તેની આ આદત ગમતી નથી. બસ, આ પ્રશ્ન ઉકેલાઇ જાય તો બંને વચ્ચે ખૂબ સારો મનમેળ રહી શકે છે.
વૃષભ સ્ત્રી અને કર્ક પુરુષ વચ્ચેની સુસંગતતા આ બંનેની જોડી ખૂબ સુખી થાય છે કારણ કે આ બંને રાશિઓ જીવનપર્યંત તેમની વચ્ચેના સંબંધોને માણે છે અને જાળવી રાખે છે. વૃષભ સ્ત્રી હંમેશા પોતાના પુરુષને સુખ-શાંતિ અને હૂંફ આપવા માટે તત્પર હોય છે, જ્યારે પુરુષ પણ સંપૂર્ણ વફાદારીપૂર્વક તેનો બદલો આપી દે છે. હાથમાં હાથ પરોવીને પોતાની સાથી જોડે રોમાન્સ માણવો કર્ક પુરુષને ગમે છે. ઘર-પરિવાર અને પ્રેમ બંને બાબતમાં સમાન રીતે આ યુગલ ખૂબ સારો તાલમેલ અને સુમેળ ધરાવે છે.