વૃષભ અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા
કોઇપણ પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજવામાં મેષ જાતક હંમેશા ઉતાવળે નિર્ણય લે છે, જ્યારે વૃષભ જાતકો શાંતિથી વિચારીને નિષ્કર્ષ પર આવે છે. મેષ જાતક પોતાના નિર્ણયમાં અચોક્કસ હોય છે, દ્વિધામાં રહે છે. જ્યારે તેમના વૃષભ પાર્ટનર “મેં તને આમ કહ્યું જ હતું”, એટલી મક્કમતા સાથે પોતાના નિર્ણયને યથાર્થ ઠેરવે છે. બંને રાશિઓ વચ્ચે પ્રેમ અને મનમેળની વાત કરીએ તો, કામની બાબતમાં વૃષભ જાતકનો આવો અભિગમ મજબૂત ખીલા જેવું કામ કરે છે. આ બંને રાશિઓના જાતકો વચ્ચેના સંબંધો સારું કામ કરે તે માટે બંને જણાએ એકબીજાના દૃષ્ટિકોણનો આદર કરવો જોઇએ.
વૃષભ પુરુષ અને મેષ મહિલા વચ્ચેની સુસંગતતા
વૃષભ પુરુષ ઘરમાં જ રહેવાનું વધારે પસંદ કરે છે, જ્યારે મેષ મહિલાને નવી- નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો વધારે પસંદ છે. વૃષભ પુરુષ કંજૂસ હોય છે જ્યારે મેષ મહિલા વધુ પડતી ખર્ચાળ. દૃઢ નિર્ધારવાળી અને સાહસિક તેમજ બોલવામાં થોડી તોછડી હોય. પુરુષ વ્યવહારૂ અને વિનમ્ર હોય છે. બીજી તરફ, સ્વતંત્રતા પ્રિય, આઝાદ પંખી જેવી મેષ મહિલા વૃષભ પુરુષની ગંભીરતા દ્વારા બંધનમાં કેદ થઇ જાય છે. બંનેના સ્વભાવો વચ્ચેની આ ભેદરેખા સંઘર્ષનું નિર્માણ કરે છે. તેથી તેમની વચ્ચેના પ્રેમ સંબંધો ટકાવી રાખવા બહુ મુશ્કેલ છે. આ બંનેની જોડી એક જ શરતે ટકી શકે છે, જો પુરુષ મેષ જાતક મહિલાના વ્યકિતગત સ્વાતંત્ર્યનો આદર કરે અને બદલામાં મેષ મહિલા ઉડાઉપણું ઓછું કરીને પૈસાની બચત કરે.
વૃષભ મહિલા અને મેષ પુરુષ વચ્ચેની સુસંગતતા
જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મેષ પુરુષ અને વૃષભ મહિલા વચ્ચેનો મેળ યોગ્ય અને બરાબર નથી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યા બાદ થોડા દિવસની પ્રેમગોષ્ઠિઓ અને મસ્તી બાદ લડાઇ ઝઘડા શરૂ થઇ જવાની સંભાવના છે, કારણ કે પુરુષ જિંદગીને એટલી ગંભીરતાથી નથી લેતો, જ્યારે સ્ત્રી પુરુષના મનમોજી અને આવેશપૂર્ણ વર્તન પરત્વે ખૂબ વ્યવહારુ હોય છે. પુરુષનું ઉદાસીન વલણ સ્ત્રીને ખૂંચે છે. વૃષભ મહિલા માત્ર ને માત્ર મેષ પુરુષ સાથે જ થોડો સમય ગાળવા ઇચ્છતી હોય છે, પરંતુ પુરુષ પોતાની જાતને સકંજામાં ફસાઇ ગયેલો માને છે અને સ્ત્રી પોતાની અવગણના થતી હોવાનું અનુભવે છે.