For Personal Problems! Talk To Astrologer

ટૅરો

ટૅરો વિષે

ટૅરો એક રહસ્યમય દુનિયા છે! ટૅરો કાર્ડના ડેક(ટેબલ) પરથી આપણને મળતા આકર્ષક અને રહસ્યમય કાર્ડની પાછળ અનેક અજાણી વાતો પણ છુપાયેલી હોય છે. ઘણા લોકો ટૅરોને આકસ્મિક અથવા ભવિષ્ય ફળકથન જાણવાની ક્ષણિક જાગેલી ઈચ્છાની પરિપૂર્તિ કરતી પદ્ધતિ તરીકે જુએ છે. જો કે, આ ઘણી સામાન્ય માન્યતાથી વિપરિત, ટૅરો વિષે માનવામાં આવે છે તેના કરતા તે ખૂબ જ ઊંડો અને જટિલ વિષય છે. ખરેખર તો તે કળા અને વિજ્ઞાનનો અદભૂત સમન્વય છે. તે કલા એટલે કહી શકાય કે ટૅરો કાર્ડ રીડર લોકોનું માનસ વાચવાની ક્ષમતા ઉપરાંત ટૅરો કાર્ડના કાર્ડનું સચોટ અર્થઘટન અને વિશ્લેષણ કરવા માટેની અંતઃસ્ફુરણા અને કુશળતા પણ ધરાવતા હોય છે. સાથે સાથે, ટૅરો એક વિજ્ઞાન પણ છે, કારણ કે તેના આધારે સતત ભરોસાપાત્ર, સાતત્યપૂર્ણ અને સમજી શકાય તેવા પરિણામો અને ફળકથનો આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ટૅરો કાર્ડ ગોઠવેલું રંગબેરંગી અને આકર્ષક ડેક જોતા જ જાણે તેમાં કોઈ જાદુ હોય તેવું લાગે છે. અને, તેની આ જાદુઈ શક્તિનો જ શાંતિ, આશ્વાસન, ફળકથન અને માર્ગદર્શન માટે યથાર્થપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આવે છે. ટેરો કાર્ડ મૂલ્યવાન સૂક્ષ્મદ્રષ્ટિ અને સલાહસૂચનોથી વ્યક્તિના મનમાં રહેલી ગુંચવણો દૂર કરવામાં મદદ કરે છે અને તેનું વ્યક્તિના ઉચ્ચતર અંતરાત્મા સાથે સંધાન કરવામાં મદદ કરે છે. ટેરોની આ જ બાબત અજોડ અને વધારે ઉપયોગી છે. કોઈ વ્યક્તિ સાચો નિર્ણય લઈ શકે તે માટે તેને સહાય કરવા માટે ટેરો ભવિષ્ય પર એક ચોક્કસ દ્રષ્ટિ સાથે વર્તમાન સમસ્યાઓ ઉકેલવા ભૂતકાળની ઘટનાઓનું વિશ્લેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મેજર અર્કાના ટૅરો કાર્ડ્સ

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

માઈનર અર્કાના ટૅરો કાર્ડ્સ

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વોર્ડ્સ(સ્વોર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટકલ્સ (પેન્ટકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.