For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – કન્યા સુસંગતતા

વૃશ્ચિક અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

બંને રાશિઓની ભિન્ન ભિન્ન લાક્ષણિકતાઓ હોવા છતાં વૃશ્ચિક અને કન્યા જાતકો એકબીજા માટે બન્યા હોય તેવો તાલમેલ તેમની વચ્ચે રહે છે. કન્યા જાતકો ખૂબ જ ચોકસાઇ અને ચીવટવાળા પરંતુ ટીકા-ટીપ્પણ કરવાનો સ્વભાવ ધરાવતા હોય છે. બંને જણાં પરસ્પર આદરની ભાવના ધરાવે છે, અને એકબીજા પ્રત્યે વફાદારી અને પ્રેમ ધરાવે છે. કન્યા જાતકો વૃશ્ચિક જાતકોના ચુંબકીય આકર્ષણથી તેમની તરફ આકર્ષાય છે. તેમનું એકમાત્ર નબળું પાસું એ છે કે કન્યા જાતકો લાગણીઓ વ્યકત કરી દે છે અને તાર્કિક હોય છે, જ્યારે વૃશ્ચિક જાતકો મીંઢા હોય છે એટલે તેમણે બંનેએ સમાધાન કરવું પડે છે.

વૃશ્ચિક પુરુષ અને કન્યા મહિલા વચ્ચે સુસંગતતા
કન્યા મહિલા જાતક અને વૃશ્ચિક પુરુષ જાતક વચ્ચે ખૂબ સુંદર સંબંધ રચાય છે. તે પુરુષને સંપૂર્ણ સહકાર આપે છે અને તેના સામાજિક જીવનને વધુ આગળ વધારવામાં મદદ કરે છે. નાની ભૂલોને મોટી કરીને બતાવવાની એટલે કે રાઇનો પર્વત કરવાની આદત અને અધીરાપણું પુરુષને અકળાવી દે છે. તેમની વચ્ચે રોમાન્સ જળવાઇ રહે છે, કારણ કે પુરુષ તીવ્ર કામેચ્છા ધરાવતો હોય છે. તેઓ એકબીજાની જરૂરિયાત અને બદલાતા મૂડને સમજી શકે છે. બીજી રાશિના જાતકો માટે તેમનો સંબંધ ઉદાહરણરૂપ બની રહે છે.

વૃશ્ચિક સ્ત્રી અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
આ યુગલ જો લગ્નગ્રંથિથી જોડાય તો તેમનું લગ્નજીવન સુખી નીવડવાની શકયતાઓ છે. કન્યા જાતકો કુશાગ્ર બુદ્ધિ ધરાવનારા હોય છે. જ્યારે વૃશ્ચિક જાતકો દૃઢ અને કૃતનિશ્ચયી હોય છે. બંને એકબીજાની પ્રશંસા કરશે અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે તથા મદદ પણ કરશે. તેમની વચ્ચે શારીરિક આકર્ષણ પણ ઘણું સારું રહે છે. તેમની ઘણી ખાસિયતો એક સરખી હોય છે. થોડીક નજીવી સમસ્યાઓને બાદ કરતાં તેઓ સાથે મળીને ઘણો સારો સમય વીતાવી શકે છે, અને મોજમસ્તી કરી શકે છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાય અને કારકિર્દી બાબતે આ સપ્તાહ પ્રગતિકારક જણાઈ રહ્યું છે. ખાસ કરીને પ્રિન્ટિંગ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણ, સરકારી કામકાજો વગેરેમાં વિસ્તરણ, નવી શરૂઆત અથવા નવો સોદો કરવા માટે ગ્રહોનો સાથ મળી રહ્યો છે. સપ્તાહના મધ્યમાં થોડી…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પ્રેમ સહિત દરેક પ્રકારના સંબંધોમાં આપને સાનુકૂળતા રહેશે. શરૂઆતના ચરણમાં કોઈપ્રિય પાત્રને મળવાની આપનામાં ઉત્સુકતા વધારે રહેશે. પરિવારમાં પણ આપના સંબંધો દરેક વ્યક્તિ સાથે વધુ સારા રહેશે. ખાસ કરીને મહિલા જાતકોની આપ…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે આ સપ્તાહ લાભદાયી પુરવાર થશે. તમારી પાસે નાણાંની આવક ધીમી રહેશે પરંતુ ખર્ચ બાબતે અગાઉથી કરેલા આયોજનની અસર હવે દેખાશે. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાં છુટા કરવા માટે અત્યારે થોડી અનિશ્ચિતતા પ્રવર્તી શકે છે. સપ્તાહના…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ શૈક્ષણિક જ્ઞાનવૃદ્ધિ માટે ખૂબ સારું જણાઈ રહ્યું છે. સપ્તાહના મધ્યમાં આપની ગતિ થોડી અવરોધાશે પરંતુ એકંદરે સપ્તાહ પ્રગતીકારક છે. ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા જાતકોને અભ્યાસ બાબતે વધુ સ્પષ્ટતા આવશે પરંતુ વિદેશમાં અભ્યાસ…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે સ્વાસ્થ્યની વાત કરીએ તો જેઓ અગાઉ કોઈ માંદગીથી પીડાઈ રહ્યા છે તેમને સારવારની અસર દેખાવા લાગશે જેના કારણે આપને માનસિક શાંતિ અને હળવાશ જણાશે. જોકે આપ સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય મામલે ગાફેલિયત રાખવાના બદલે નિયમિત ચેકઅપ…

નિયતસમયનું ફળકથન