For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – મિથુન સુસંગતતા

વૃશ્ચિક અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક જાતકો અદેખાઈ વાળા, વર્ચસ્વ ધરાવનાર અને આધિપત્યની ભાવનાવાળા હોય છે. મિથુન જાતકો સ્વાર્થી, બેદરકાર અને મુત્સદ્દીગીરી વાળા હોય છે. મિથુન જાતકો ઉત્સાહી અને તેજસ્વી બુદ્ધિમત્તા ધરાવતા હોય છે, પરંતુ તેઓ ઇર્ષાળુ અને કિન્નાખોરીભર્યું વર્તન ધરાવતા નથી. તેમને સામાજિક મેળાવડાઓમાં ભાગ લેવો ગમે છે અને ત્યાં આનંદ પણ કરે છે, જ્યારે બીજી તરફ વૃશ્ચિક જાતકો એકાંતપ્રિય હોય છે અને તેમને એકાંતમાં રહેવું વધારે ગમે છે. તેમની રહેણીકરણી, કાર્યો બધું એકબીજાથી વિપરિત હોય છે. તેથી બંનેએ સંબંધોની ગાડી પાટા પર સરખી ચલાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.

વૃશ્ચિક પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે સુસંગતતા
બહુ સારી જોડી સાબિત ન થાય. કારણ કે વૃશ્ચિક પુરુષને સ્ત્રી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હોય છે જે મિથુન સ્ત્રી જાતક માટે પૂરી કરવી શકય બનતી નથી. શરૂઆતમાં કદાચ બંને વચ્ચે દૈનિક આકર્ષણ થાય. પરંતુ સંબંધો બંધાયા પછી તે એકમાત્ર આ જ કારણસર વધુ લાંબો સમય સુધી ખેંચી શકાતા નથી. મિથુન સ્ત્રીનો આઝાદ અને બિન્દાસ સ્વભાવ વૃશ્ચિક પુરુષ સાંખી શકતો નથી. તે ખૂબ શંકાશીલ અને ઇર્ષાળુ હોય છે, જે વાત મિથુન સ્ત્રીને ગમતી નથી.

વૃશ્ચિક સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક સ્ત્રી જાતક મિથુન પુરુષની બુદ્ધિપ્રતિભા અને ઉત્સાહી સ્વભાવથી તેને વશ થાય છે. જ્યારે મિથુન પુરુષ સ્ત્રીના પ્રેમની ઉત્કટતા અને વફાદારીથી તેના તરફ ખેંચાય છે. જો બંને રાશિઓ ભેગી મળે તો પરિણામ ઘણું સારું આવે છે. પરંતુ વૃશ્ચિક સ્ત્રીનો ઇર્ષાખોર અને વધુ પડતી અપેક્ષાઓ રાખતો સ્વભાવ અને મિથુન પુરુષનો અધીરો અને વિસંગત સ્વભાવ જેવી નકારાત્મક બાબતો તેમની ખુદની અંદર અવરોધો ઊભા કરે છે. તેઓ પોતપોતાના અવગુણોને શોધી કાઢવાનો પ્રયાસ કરે તો આ સંબંધો ટકી શકવાની શકયતાઓ વધી શકે છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહનો પ્રારંભિક તબક્કો વ્યવસાય અને નોકરી બંનેમાં આર્થિક પ્રગતી કરાવનારો રહેશે. જોકે, નોકરીયાતોને ઉપરી અધિકારીઓ સાથે કોઇ પ્રકારે અણબનાવ ના થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. વ્યવસાયિકોને કાયદાકીય અથવા સરકારી અવરોધો આવી…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

જેઓ પહેલાથી પ્રેમસંબંધોમાં છે તેમના માટે આ સપ્તાહ ખૂબ સારું છે. વિવાહિતો તેમના જીવનસાથીનો ઉત્તમ સંગાથ માણશે અને દાંપત્યજીવનનું ઉત્તમ સુખ ભોગવી શકશે. ખાસ કરીને સપ્તાહના મધ્યનો સમય તમારા માટે ઉત્તમ છે. જોકે, છેલ્લા બે દિવસમાં…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આપને નાણાં પ્રાપ્તિનો સમય આવી ગયો છે પરંતુ નાણાં મળવામાં વિલંબથી તમે થોડા નિરાશ થઇ શકો છો તેમજ જે રકમ આવવાની હોય તેના કરતા ઓછી આવવાથી તમારું બજેટ ખોરવાઇ શકે છે. આવી સ્થિતિમાં જરૂરી નાણાં માટે અગાઉથી જોગવાઇ કરવાની સલાહ છે. આપનું…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને અભ્યાસ કરવો અન્યથા ઋતુગત સમસ્યાના કારણે આપને અભ્યાસમાં વિલંબ અને અવરોધ આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓના અભ્યાસમાં આપ શરૂઆતમાં જોમ અને જુસ્સા સાથે આગળ વધશો….

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ સ્વાસ્થ્ય માટે મધ્યમ રહેશે. શરૂઆતમાં અને અંતિમ ચરણમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. સપ્તાહના મધ્યમાં આપની સ્થિતિમાં થોડો સુધારો થશે અને આપનામાં નવી ઉર્જાનો સંચય થશે. જેઓ પહેલાથી કોઈ બીમારીનો ભોગ બનેલા છે…

નિયતસમયનું ફળકથન