For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક નક્ષત્ર

વૃશ્ચિક નક્ષત્ર

વિશાખા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ ઈન્દ્ર- અગ્નિ છે અને સ્વામી ગુરુ છે. આ જાતકોમાં ધાર્મિકતા વધારે હોય છે તેમજ સાથે સાથે દંભનું પણ પ્રમાણ જોવા મળે છે. તેમનામાં સ્વાર્થીપણુ પણ જોવા મળે છે. તેઓ એટલી હદે સ્વાર્થી હોય છે કે બીજાનું ખરાબ કરીને પણ પોતાનો સ્વાર્થ સાધે છે.
અનુરાધા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ મિત્ર છે અને સ્વામી શનિ છે. સારામાં સારુ નક્ષત્ર ગણાય છે. જાતકને વધુમાં વધુ સફળતા મળે છે તેમજ તેમનામાં દંભ નથી હોતો. સાચી ધાર્મિકતા જોવા મળે છે. તત્વજ્ઞાની હોય છે. પ્લાનિંગ અનુસાર કામ કરે છે. તેમનામાં ઉતાવળ જોવા મળતી નથી. તેમના સ્વભાવમાં ધૈર્યવાન અને શાંત મગજ જોવા મળે છે. તેઓ સાચા સજ્જન, સન્યાસી જોવા મળે છે. સેક્સ બાબતે સંપૂણૄ સફળ ‘જેવા સાથે તેવા’નો ગુણ પણ જોવા મળે છે. આ જાતકોમાં હઠીલાપણું પણ હોય છે.
જ્યેષ્ઠા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ ઈન્દ્ર છે અને સ્વામી બુધ છે. અવ્યવસ્થિત ચિત્ત, ઉત્સાહી છતા નિરાશાવાદી પણ હોય છે. કોઈપણ રીતે લાભ મળવો જોઈએ એવું આ જાતકો વિચારે છે. મોટાભાગે મોડા કે વહેલા મોટા કામોમાં ફસાય છે. સરવાળે તેઓ દુઃખી થાય છે. શારીરિક અને સામાજીક તકલીફો તેઓ વધુ ભોગવે છે.
 

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર