For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – મેષ સુસંગતતા

વૃશ્ચિક અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક અને મેષ જાતકો વચ્ચે ગાઢ શારીરિક આકર્ષણ અને ઉત્કટતાભર્યો પ્રેમ હોય છે. તેઓ હંમેશા ન્યાયના પડખે ઊભા રહે છે, અને તેના માટે લડી પણ લે છે. વૃશ્ચિક જાતકો નિકટતા સાધવા તૈયાર હોય છે પરંતુ મેષ જાતકોમાં આત્મીયતા અને ઘનિષ્ઠતાનો અભાવ હોય છે આ બંને જાતકો વચ્ચે સુમેળભર્યા સંબંધો બંધાવામાં એક નબળાઇ એ છે કે મેષ જાતકો તેમના જીવનમાં બનેલી ખરાબમાં ખરાબ ઘટનાઓ પણ યાદ રાખતા નથી. જ્યારે વૃશ્ચિક જાતકો તેમની સાથે જીવનમાં બનેલી આવી અપ્રિય ઘટનાઓને કયારેય ભૂલી શકતા નથી. એમ છતાં બંને જણાં સાથે મળીને પરસ્પર સમજદારી સાધીને ખૂબ સારું કામ કરી શકે છે.

વૃશ્ચિક પુરુષ અને મેષ મહિલા વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક પુરુષ જાતકને મેષ મહિલાની નિકટતા અને તેનું ઉત્સાહભર્યું વલણ ગમે છે, જ્યારે મેષ મહિલા વૃશ્ચિક પુરુષની રહસ્યમય વર્તણૂંક તરફ આકર્ષાય છે. મેષ સ્ત્રી જાતકના વ્યકિતત્વમાં સુદૃઢતા અને જિદ્દીપણું દેખાઇ આવે છે. તેમને કોઇપણ વસ્તુ પર પોતાનું વર્ચસ્વ ધરાવવું અને પ્રગાઢ પ્રેમ સંબંધ રાખવો ગમે છે. મેષ મહિલા જાતક બહુ આસાનીથી વૃશ્ચિક પુરુષ તરફ આકર્ષાઇ શકે છે. પરંતુ તેમના સંબંધો કેટલા લાંબા સમય સુધી ટકશે તેનો આધાર તો મુખ્યત્વે તેઓ એકબીજાની જરૂરિયાતો કઇ રીતે સંતોષે છે તેના પર રહેલો છે.

વૃશ્ચિક મહિલા અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક મહિલા હંમેશા મેષ પુરુષ જાતકના દૃઢ આત્મબળ તરફ આકર્ષાય છે. પુરુષના સ્વભાવની આક્રમકતાને વૃશ્ચિક મહિલા પોતાના દરકાર અને પ્રેમભર્યા સ્વભાવથી સંતુલિત રાખે છે. મેષ પુરુષ રહસ્યમય રીતે વૃશ્ચિક મહિલાને આકર્ષે છે, અને વૃશ્ચિક મહિલા જાતક પણ મેષ પુરુષનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. ગણેશજી બંને જાતકોને પરસ્પર તેમની ખામીઓને ભૂલી જવાની અને એકબીજા પ્રત્યે સમજદારી વિકસાવવાની સલાહ આપે છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પૂર્વાર્ધમાં ખાસ કરીને કન્સલ્ટન્સિ, પ્રિન્ટિંગ, મનોરંજનની ચીજો, મશીનરી, બાગાયતી ચીજો વગેરેમાં નોકરિયાતો અથવા છુટક કામકાજો કરનારા જાતકો આયોજનપૂર્વક આગળ વધીને ફાયદો ઉઠાવી શકે છે. આપને વ્યવસાયમાં વિસ્તરણ અથવા રોકાણ…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપ પ્રિયપાત્ર પાછળ ખર્ચ કરવામાં પાછા નહીં પડો. પ્રિયપાત્રને ખુશ કરવા માટે તમે મોંઘી ગિફ્ટ આપો અથવા કોઈ વૈભવી સ્થળે ફરવા જાવ તેવી શક્યતા રહે. વિવાહિતોને એકબીજા વચ્ચે આત્મીયતા ઘણી રહેશે તેમ છતાં પણ પૂર્વાર્ધમાં…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આપની આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે. પૂર્વાર્ધમાં તમારી પાસે આવકના સારા ચાન્સ આવશે. ખર્ચ કરતી વખતે તમે હાથમાં રહેલા બેલેન્સને ધ્યાનમાં લેશો. ઉત્તરાર્ધમાં સ્થાવર મિલકત, વાહન, જમીન વગેરે પાછળ થોડો ખર્ચ થઇ શકે છે. ભાગીદારીના…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આ સપ્તાહ બહેતર પરિણામ આપનારું છે. મિત્રો સાથે આપ અભ્યાસ અંગેની ગહન ચર્ચા કરશો. નબળા વિદ્યાર્થીઓને તજજ્ઞોનો સહકાર મળી રહેશે. સરકારી ક્ષેત્રે પ્રવેશ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તરાર્ધનો…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પહેલા દિવસે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે પરંતુ ખાસ કરીને બીજા દિવસે મધ્યાહનથી ગરમી અને મગજમાં વિચારોના આટાપાટાના કારણે માનસિક બેચેની અને અશાંતિ વધારે રહેશે. આ સ્થિતિ બે દિવસ રહેશે માટે સાચવજો. ઉત્તરાર્ધમાં…

નિયતસમયનું ફળકથન