For Personal Problems! Talk To Astrologer

ધન વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2020)

આર્થિક બાબતોએ આ વર્ષની શરૂઆત સારી છે પરંતુ બિનજરૂરી અને મોજશોખને લગતા ખર્ચ થશે. પૈતૃક મિલકતોથી થોડા લાભો મળવાની શક્યતા પણ છે. આ બાબતે અગાઉથી કોઇ વિવાદ હશે તો તમારી તરફેણમાં સુખદ અંત આવશે. આ વર્ષમાં તમારે નાણાંનું મહત્વ જીવનમાં અને સંબંધોમાં કેટલું છે તે ખાસ સમજવું પડશે. ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કટેલાક અણધાર્યા ખર્ચ આવી શકે છે. તમારી આવકને ફેબ્રુઆરી પછી થોડી બ્રેક લાગે અથવા ગતિ ધીમી પડી શકે છે તેથી જરૂરિયાતનું ભંડોળ અગાઉથી ઉભું કરવું. પહેલા ત્રણ મહિનામાં બિનજરૂરી ખર્ચ અથવા જ્યાં વળતરની શક્યતા ઓછી હોય તેવા રોકાણોથી દૂર રહેવું. આ વર્ષમાં કોઇપણ લોભામણી સ્કીમ અથવા અન્ય આર્થિક બાબતોથી દૂર રહેવાની સલાહ છે. તમને વર્ષાંતમાં કોઇના તરફથી ગિફ્ટ અથવા ઇનામ પેટે આર્થિક લાભની શક્યતા રહેશે. છેલ્લા ચરણમાં દૂરના અંતરેથી આવક વધવાની આશા રાખી શકો છો.

ધન સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

ધન માસિક ફળકથન – Jan 2020

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર

વધુ જાણો ધન