For Personal Problems! Talk To Astrologer

ધન વાર્ષિક ફળકથન

આ વર્ષ (2019)

નોકરી-વ્‍યવસાયમાં આપ આપની આવડત અને ખંતના જોરે બધાને પ્રભાવિત કરી હિતશત્રુઓની બોલતી બંધ કરી દેશો. કાર્યમાં સફળતા મળવાથી આપ પ્રસન્‍નતા અનુભવશો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. શરૂઆતના ચરણમાં કુટુંબના સભ્‍યો સાથે ખટરાગ થાય અને મનમાં ગમગીની વધે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં નવા પ્રોજેક્ટ કે અસાઈન્મેન્ટ તૈયાર કરવામાં સમય પસાર થશે. સંતાનો અને જીવનસાથીની ચિંતા રહે. સંતાનો કોઈક બાબતોમાં આપની સલાહ ન માનતા હોય તેવું લાગશે. દવાખાના સંબંધિત ખર્ચનું પ્રમાણ વધારે રહે. વર્ષના મધ્યમાં વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અભ્યાસમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓએ દક્ષિણ-પૂર્વ, દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં મધ્યમાં કમ્પ્યૂટર રાખવું.જો કોઇ પ્રકારનું અનિષ્‍ટ ટાળવું હોય તો ક્રોધને કાબૂમાં રાખવાની સલાહ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો તબક્કો બીમાર દર્દીને નવી સારવાર કે ઑપરેશન કરાવવા માટે અનુકૂળ સમય નથી. આપને કોઇક કારણસર મનમાં ચિંતા અને ઉપાધિ રહે. ઑફિસ કે વ્યવસાયમાં કામનો બોજ રહે. દૂરના અંતરના કાર્યો, મુસાફરી અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીમાં તમને વિપરિત સ્થિતિનો સામનો કરવાની નોબત આવી શકે છે. વ્‍યવસાયમાં તકલીફ ઊભી થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર ન મળે. વિરોધીઓ તેમ જ હરીફો સાથે ચર્ચામાં ઊંડા ઉતરવું નહીં અન્યથા આપની વાતનું ખોટું અર્થઘટન થશે. સંતાનોનાં આરોગ્‍યની ચિંતા સતાવે. અંતિમ ત્રિમાસિકગાળો તમારા માટે થોડ કઠીન પુરવાર થઈ શકે છે.
#

Trending (Must Read)

ધન સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

ધન માસિક ફળકથન – Oct 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર

વધુ જાણો ધન