For Personal Problems! Talk To Astrologer

ધન – મકર સુસંગતતા

ધન અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

ધન જાતકો અધીરા, બુદ્ધિશાળી અને બોલકણા હોય છે. સામે પક્ષે મકર જાતકો ગંભીર, અંતર્મુખી અને ઝડપથી ગુસ્સે થનારા હોય છે. ધન જાતકોને જીવનને સંપૂર્ણ રીતે માણવુ ગમે છે. તેઓ નિશ્ચિંત વ્યક્તિત્વ ધરાવે છે પણ મકર જાતકો એકાન્ત પ્રિય અને ભરોસાપાત્ર હોય છે. મકર જાતકો કુંભ જાતકોને સફળતા મેળવવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે અને દરેક રીતે મદદ કરે છે. ધન જાતકો અભિવ્યક્તિમાં માને છે અને તેમને લોકોને હળવું મળવું ગમે છે, તેથી તેઓ મકર જાતકોના સંગાથમાં કંટાળો અનુભવે તેવું પણ બને. આ બંને રાશિઓ એકબીજાથી વિરૂદ્ધ હોય છે છતાં મળવાનો પ્રયત્ન કરે છે અને છેવટે તેમને આ કામ અશક્ય લાગે છે.

ધન પુરુષ અને મકર સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેનો સંબંધ લાંબા ગાળે વ્યર્થ સાબિત થાય છે. ધન રાશિનો પુરુષ તેના જીવનસાથી પાસેથી અલગ પ્રકારની અપેક્ષા રાખે છે જે મકર રાશિની સ્ત્રી પૂરી કરી શકતી નથી. જોકે, બંને રાશિના જાતકો એકબીજાને પ્રેમ કરે છે અને પ્રશંસા કરે છે. જો પુરુષ સ્ત્રીને લોકો સાથે કેવી રીતે હળવું-મળવું તે શીખવી દે તો તેઓ સારી રીતે જીવન માણી શકે છે. આવી જ રીતે, સ્ત્રી તેને દરેક કામમાં સફળતા મેળવવામાં મદદ કરી શકે છે.

ધન સ્ત્રી અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા
એવા ઘણાં કારણો છે જેના પરથી સાબિત થાય છે કે ધન રાશિની સ્ત્રી મકર રાશિના પુરુષ સાથે સુસંગતતા ધરાવતી નથી. આ સ્ત્રીને મોજ-મસ્તી અને લોકોને હળવું-મળવું ગમતું હોય છે જ્યારે મકર રાશિનો પુરુષ ઘણો શરમાળ, વ્યવહારૂ અને ભરોસાપાત્ર હોય છે. ધન રાશિની સ્ત્રીને તે ઘણો નબળો અને કંટાળાજનક લાગે છે. બીજીતરફ, મકર રાશિના પુરુષને ધન રાશિની સ્ત્રીનું પાર્ટીઓ માણવાનું અને બેફીકર વલણ વધારે ન ગમે તેવી પણ શક્યતા છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ પૂર્વાર્ધના તબક્કામાં ઉત્તમ પરફોર્મન્સ દ્વારા તેમની બઢતી માટે માર્ગ મોકળો કરી શકશે. સજાવટ, સૌંદર્યપ્રસાધનો, બ્યુટીને લગતી સારવાર અથવા ઉપકરણો, કન્સલ્ટન્સી વગેરે વ્યવસાયમાં તમારી પ્રગતિ થશે અને આ…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રેમસંબંધોમાં મગ્ન રહેશો. જેઓ કોઈની સાથે પ્રણયમાં નથી તેઓ પણ નવા સંબંધોની શરૂઆત કરવા માટે તત્પર રહેશે. તમારી રોમાન્સની લાગણી અને ચહેરા પર વધેલું તેજ વિજાતીય પાત્રોને તમારી સમક્ષ ખેંચી લાવશે. પ્રેમનો…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી પાસે નાણાંનો સ્ત્રોત અત્યારે ધીમી ગતિ આવશે જેથી ખર્ચ માટે પણ અગાઉથી આયોજન કરવું પડશે. આ સમયમાં પૈતૃક મિલકતોથી થતા લાભોમાં પૂર્ણ સફળતા નહીં મળે. સરકારી અથવા કાયદાકીય ખર્ચ થઇ શકે છે. એવું કોઇ કામ ના કરવું જેનાથી તમારી…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆતથી જ અભ્યાસમાં પરોવાયેલા અને કારકિર્દી બાબતે ગંભીર અને ઉત્સુક રહેશે પરંતુ તમારો ઉત્સાહ ક્યાંક ઉતાવળિયા નિર્ણયો લેવા માટે પ્રેરી શકે છે માટે ભાવિ અભ્યાસ અંગેના નિર્ણય લેવામાં થોડી શાંતિ રાખવી….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. પરંતુ સપ્તાહના મધ્યમાં ભોજનની અતિશયોક્તિ ટાળવી. કદાચ કોઈ જુના ટેન્શનના કારણે ઉંઘની સમસ્યા થાય પરંતુ ઝડપથી ઉકેલ લાવીને તમે ફરી નિરાંત અનુભવશો. જેમને ખભાના સ્નાયુઓમાં…

નિયતસમયનું ફળકથન