For Personal Problems! Talk To Astrologer

મીન વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2019)

આ વર્ષે ઓક્ટોબરના અંત સુધી આયાત-નિકાસના ધંધામાં, મલ્ટીનેશનલ કંપનીના કાર્યો અથવા નોકરીમાં અથવા જન્મભૂમિથી દૂરના અંતરે થતા કાર્યોમાં ઘણો સારો ફાયદો થઈ શકે છે. મોટાભાગના સમયમાં ભાગ્ય સાથ આપી રહ્યું હોવાથી તમારે ચિંતાની જરૂર નથી. રોકાણકારો માટે ખૂબ જ લાભદાયક સમય છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં શોર્ટકટથી નાણાં કમાવા માટે કોઈપણ પ્રકારના સટ્ટામાં સાહસ ન કરવું તેમજ ગણતરીપૂર્વકના જોખમો લેતા પહેલા પણ સો વાર વિચાર કરજો નહીંતર “લાખના બાર હજાર” થશે. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે શરૂઆતનો સમય અનુકૂળ છે. જોકે સપ્ટેમ્બર અને તે પછીના તબક્કામાં આ કાર્યોથી દૂર રહેવું. કદાચ વાહનો, વીજ ઉપકરણો, સ્થાવર મિલકતોને લગતા કાર્યોમાં ખર્ચ આવે અથવા તેને લગતા સોદામાં લાભ ના મળે અથવા નુકસાન થાય તેવું બની શકે છે. ઓક્ટોબર પછી તમે પ્રોફેશનલ બાબતોમાં સુઝબુઝથી આગળ વધીને કમાણીની નવી સંભાવનાઓ ઉભી કરશો અને વધુ કમાણી માટે વિસ્તરણનો પ્રયાસ કરશો. વર્ષના અંતિમ બે મહિનામાં તમારા કામકાજમાં ખૂબ વધારે અનિશ્ચિતતા રહેશે જેથી મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. છેલ્લા બે મહિનામાં તમારે વધુ વ્યવહારુ થઈને નિર્ણયો લેવા પડશે.

મીન સાપ્તાહિક ફળકથન – 18-08-2019 – 24-08-2019

મીન માસિક ફળકથન – Aug 2019

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર

વધુ જાણો મીન