For Personal Problems! Talk To Astrologer

મીન સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (26-01-2020 – 01-02-2020)

આ સપ્તાહના પૂર્વાર્ધમાં જમીન, વાહન વગેરેનો સોદો કરવાનું કે તેના દસ્‍તાવેજ કરવાનું મુલતવી રાખજો. સ્‍ત્રીવર્ગ તથા પાણીથી નુકસાન થવાની શક્યતા છે. સંતાનોની સમસ્‍યા આપને ચિંતિત કરશે. શેર સટ્ટામાં ન પડવાની ચેતવણી છે. વ્યવસાયિકક્ષેત્રે આપને સપ્તાહના બીજા ચરણથી લાભ છે. પાર્ટનરશીપના ધંધામાં આગળ વધવા માટે ઉત્તરાર્ધમાં અનુકૂળ સંજોગો આવશે. નવા કરારો પણ કરી શકો છો. અત્યારે કામકાજમાં સ્થિરતા માટે તમે વધુ સક્રિય બનશો. અગાઉ કરેલા કાર્યોના ફળરૂપે લાભ મળી શકે છે. ઓફિસમાં સ્‍ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. સપ્તાહના પહેલા દિવસે પ્રિયપાત્ર કે સ્નેહી સાથે નિકટતાની પળો માણી શકો. પરંતુ તે પછીના બે દિવસમાં તમારી વચ્ચે તણાવ આવે અથવા તમે જ સંબંધોથી અલગ રહેવાનું પસંદ કરો. ઉત્તરાર્ધમાં મિત્રો તથા સ્‍નેહીઓનું આપના ઘરે આગમન થતાં આનંદ અનુભવશો. વિદ્યાર્થીવર્ગ માટે શરૂઆતમાં થોડો મહેનતનો સમય છે. સપ્તાહના પૂર્વાર્ધમાં સ્‍વભાવની ઉગ્રતા કે અસંયમિત વર્તન આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થઇ શકે છે.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન માસિક ફળકથન – Jan 2020

મીન વાર્ષિક ફળકથન – 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ