For Personal Problems! Talk To Astrologer

મીન જાતકોનો સ્વભાવ

મીન જાતકોનો સ્વભાવ

અંતઃસ્ફુરણા અને કલ્પનાશક્તિ મીન રાશિના જાતકોની તાકાત અને નબળાઈ બંને છે.
તેઓ સ્વભાવે આધ્યાત્મિક હોવાની સાથે સાથે ઘણા લાગણીશીલ પણ હોય છે અને લાગણીઓને વ્યક્ત પણ કરી જાણે છે. મીન રાશિના જાતકોને કોઈ પણ બાબતની રહસ્યમય બાજુ તરફ વિશેષ લગાવ હોય છે, અને અહીં જ તેના ભયસ્થાનો રહેલા છે. વાસ્તવિક દુનિયાની રોજિંદી જિંદગીમાં રાચવાને બદલે તેઓ કાલ્પનિક દુનિયામાં વિહાર કરતા જોવા મળે છે. વાસ્તવિકતાના પાયા વગર પણ તેઓની જિંદગીનું ગાડું આગળ ગબડ્યા કરે છે. અને તેમનાં આ વલણને કારણે મીન જાતકો ડ્રગ્સ , કેફી દ્રવ્યો ,શરાબ તરફ સરળતાથી ઢળી શકે છે. કોઈપણ સ્થિતિમાંથી સરળતાથી છટકી જવું આપના માટે સરળ નથી. મીન જાતકોએ હંમેશા આધ્યાત્મિક અને રચનાત્મક કાર્યોમાં રચ્યાપચ્યા રહેવું એ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.
સ્વામી ગ્રહઃ નેપ્ચ્યૂન
નેપ્ચ્યૂનને દરિયાઈ દેવતા તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાંથી પૃથ્વીની ઉત્પત્તિ અને ફરી સમુદ્રમાં જ વિસર્જિત થઈ જવાની પ્રક્રિયાનો તે દ્યોતક છે. નેપ્ચ્યૂન આપણને વાસ્તવિકતાઓથી ઓજલ રાખતા ધુમ્મસનું સૂચન કરે છે. રહસ્યમય દુનિયામાંથી બહાર કાઢી સાચો દિશા નિર્દેશ કરી શકે તેવી પોતાની જ કલ્પનાઓ પર વિશ્વાસ મૂકવો જોઈએ તેમ આ ગ્રહ સૂચવે છે. મીન રાશિનો સ્વામી નેપ્ચ્યૂન આધ્યાત્મ અને ગૂઢ વિશ્વનો સંકેત આપે છે. આ ગ્રહ એ તમામ બાબતો સાથે સંકળાયેલો છે જે આપણે આપણી પાંચ ઈન્દ્રીયોથી પ્રત્યક્ષપણે જાણી કે સમજી શકતા નથી.
બારમો ભાવઃ અંત
કુંડળીમાં બારમો ભાવ પરંપરાગત અર્થમાં અંત નહીં ,પરંતુ જન્મ મરણના ફેરા અને મોક્ષ સાથે વધારે સંબંધ ધરાવે છે. તે આધ્યાત્મ , શરણાગતિ અને રહસ્યો સાથે પણ સંબંધ ધરાવે છે. આ ભાવ કરેલા કૃત્યોને યાદ કરીને તેને સુધારી લેવાનો તથા મોક્ષ તરફ પ્રયાણ કરવાનો છે.
મીન રાશિનું તત્વઃ જળ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જળ તત્વ લાગણીઓનું દ્યોતક છે.. પાણી હંમેશા ઊંડે વહેતું હોય છે,તે પોતાનો રસ્તો શોધી લે છે અને ઈચ્છિત સપાટી ન મેળવે ત્યાં સુધી તે વહેતું રહે છે. પહાડો પરનો બરફ પીગળી ઝરણા સ્વરૂપે આગળ વધે છે ત્યાંથી શરૂ થયેલા જળચક્રનો અંત હોતો નથી. જળની આ પ્રકૃતિની જેમ જ આપણી લાગણીઓનો પ્રવાહ પણ વહેતો રહે છે અને ભૂતકાળના અનુભવોના આધારે વર્તમાન સાથે જોડાઈ જાય છે. જેમ ક્યારેક પાણીની ઊંડાઈ જાણી શકાતી નથી તે જ રીતે લાગણીઓને શબ્દોમાં સમજી શકાતી નથી. મીન રાશિના જાતકોમાં જળ તત્વ ચેતનારૂપી જળ તરીકે સંબંધ ધરાવે છે. આપણે વિચારો,, લાગણીઓ અને આસ્થાના સમુદ્રમાં જીવીએ છીએ. જળતત્વ આપણી જીવન પ્રત્યેની સમજશક્તિથી પણ આગળની દુનિયા સાથે આપણને એકબીજા સાથે જોડે છે.
મીન રાશિના જાતકોની શક્તિઃ
જરૂરિયાતમંદો પ્રત્યે કરૂણાભાવ દાખવવો એ આપની શક્તિ છે.
મીન રાશિના જાતકોની નબળાઈઃ
કોઈ કામમાં મુંઝવણ અનુભવવાની નબળાઈ આપના માટે નુકસાનકારક સાબિત થાય.
 

મીન સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર