For Personal Problems! Talk To Astrologer

મીન – તુલા સુસંગતતા

મીન અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

આ સંબંધ બંધાય તો તેમણે ઘણી તકલીફો અને મુંઝવણોનો સામનો કરવો પડે છે. છેવટે તેનો ખરાબ અંત આવે છે. મીન જાતકો ઘણા સંવેદનશીલ અને દ્વિધામાં અટવાયેલા હોય છે. બીજી તરફ, તુલા જાતકો ઘણાં સરળ અને ખુશ વ્યક્તિઓ હોય છે, મીન જાતકોનું વર્તન તેમને ઉદાસ કરી મૂકે છે. જો કે, તેમને બંનેને સર્જનાત્મકતા, હૂંફ અને જુસ્સો ગમે છે. આ સંબંધને ટકાવી રાખવા તેમને એકબીજાના આધારની જરૂર હોય છે.

મીન પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
મીન રાશિના પુરુષ કરતા આ સ્ત્રી પરિસ્થિતિ અને સમસ્યાઓને અલગ રીતે જુએ છે. પુરુષ લાગણીશીલ બનીને સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરે છે, જ્યારે તુલા રાશિની સ્ત્રી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા બૌદ્ધિક રીતે વિચારે છે. જોકે, બંને ઊંડો રોમાન્સ અને કલા તેમજ સંગીત માટે ઘણો પ્રેમ ધરાવે છે. જોકે, પારસ્પરિક મતભેદો તેઓ અવગણી શકતા નથી તેથી આ સંબંધોમાં કોઇ આશા દેખાતી નથી.

મીન સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં ગાઢ પ્રેમની થોડી શક્યતાઓ રહેલી છે. શરૂઆતમાં તેમની વચ્ચેનો રોમાન્સ ઉચ્ચ સ્તરનો હોય છે. તેઓ બંને પ્રેમ અને અનુરાગથી એકબીજા સાથે જોડાયેલા રહે છે. જો કે, સ્ત્રી ઘણીવાર તેના લાગણીઓના પ્રવાહમાં પુરુષના આનંદી વલણને નુકસાન પહોચાડે છે. તેમની વચ્ચે ઘણી ભિન્નતાઓ હોવાથી સુમેળ જળવાતો નથી અને તેમના સંબંધનો કોઇ અર્થ રહેતો નથી. તેઓ બંને પોતાની દુનિયામાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ એ જાણી નથી શકતા કે એક જ દુનિયામાં તેઓ સારી રીતે સાથે રહી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારું કર્મસ્થાન પ્રતિકૂળ ગ્રહોના પ્રભાવ હેઠળ હોવાથી કામકાજમાં સંભાળવું પડશે. કદાચ ઓછા વળતર સાથે પણ કામ કરવું પડે. તમારા કાર્યોમાં વિલંબની શક્યતા હોવાથી વર્તમાન પ્રોજેક્ટ્સ પાર પાડવા માટે કામના કલાકો વધારવા પડશે. આ…

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો અને દાંપત્યજીવન માટે એકંદરે સમય આપની તરફેણમાં છે. કદાચ પ્રત્યક્ષ મુલાકાતનું આયોજન ના થાય તો પણ તમે કમ્યુનિકેશનમાં રહેશો જેથી તમારી વચ્ચે પ્રેમની લાગણી સારી રહેશે. છેલ્લા ચરણમાં મુલાકાત, રોમેન્ટિક ડીનર,…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક બાબતે અત્યારે ચિંતા જેવું નથી કારણ કે તમે અગાઉ કરેલી મહેનતના ફળરૂપે એક કરતા વધુ જગ્યાએથી તમારી પાસે આવક થતી રહેશે. ઉઘરાણી, લોન અથવા કોઈની પાસેથી આર્થિક સહાય માંગી હોય તો અત્યારે ત્યાંથી પણ નાણાં આવી શકે છે. હાલમાં રોકાણ…

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકો માટે અત્યારે સારો સમય છે અને તેમાં પણ સપ્તાહના પહેલા બે દિવસમાં તમે સારી સિદ્ધિ હાંસલ કરી શકો છો. વિદેશમાં અભ્યાસને લગતા કાર્યો આગળ ધપાવવા માટે પણ શરૂઆતનું ચરણ સારું છે. મધ્યમાં તમારી ગતિ થોડી ધીમી…

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

શારીરિક રીતે તમારામાં એકંદરે ચુસ્તિ-સ્ફૂર્તિ જળવાશે જેથી ચિંતા જેવું નથી. સારા સ્વાસ્થ્યની અસર તમારા પરફોર્મન્સમાં જોવા મળે. સ્પોર્ટ્સ અથવા એડવેન્ચરમાં રુચિ હોય તેવા જાતકો અત્યારે વધુ સક્રિય થઈ શકે છે. જોકે, ફેફસા, શ્વાસનળી,…

નિયતસમયનું ફળકથન