પૂર્વાભાદ્રપદ નક્ષત્રઃઆ નક્ષત્રના દેવ અજઇકપત છે અને સ્વામી ગુરુ છે. આ જાતકોમાં સ્વાર્થની માત્રા વધારે જોવા મળે છે. તેમનામાં બૌદ્ધિક વિકાસ ઓછો હોય છે. ઉત્સાહ વધારે જોવા મળે છે. તેઓ વધુ બોલકણા અને શ્વસુર પક્ષ અંગે પત્નીને ટકોર કરનારા હોય છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્રઃઆ નત્રત્રના દેવ આહિર બુધન્યા છે અને સ્વામી શનિ છે. વધુ ઠરેલ સ્વભાવના અને પ્રમાણસર સ્વાર્થીપણું ધરાવતા જાતકો હોય છે. તેમનો બૌદ્ધિક વિકાસ વધારે જોવા મળે છે. તેઓ જીવનમાં મોટાભાગે સફળતા મેળવે છે. દરેક વિષયમાં ઊંડા ઉતરવાનું તેઓ પસંદ કરે છે. ધર્મ અને ફિલોસોફીનું વધુ જ્ઞાન મેળવનાર હોય છે. તેમની દરેક બાબતોમાં સમતોલપણું જોવા મળે છે. લાગણીશીલ અને બીજાને મદદ કરનારા હોય છે.રેવતી નક્ષત્રઃઆ નક્ષત્રના દેવ પૂશ્વવ છે અને સ્વામી બુધ છે. સ્વાર્થ અને ભય બંને લાગણીઓ આ જાતકોમાં વધારે પ્રમાણમાં હોય છે. રાશિના અંશ જેટલા વધારે હોય એટલા આ ગુણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઉંમર વધે તેમ તેમનામાં નબળાઈ આવે છે દરેક બાબત સાચવવાની તેઓ મનોવૃત્તિ ધરાવે છે. |
||
સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર