For Personal Problems! Talk To Astrologer

મીન – કર્ક સુસંગતતા

મીન અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

મીન અને કર્ક જળ તત્વને લગતી રાશિ છે તેથી તેઓ એકબીજાની લાગણીઓ અને વિચારોને આદર આપે છે. કર્ક જાતક માટે મીન જાતક પ્રેરણારૂપ અને આદર્શ હશે કારણ કે મીન જાતક ઘણી શિખામણ આપનારા અને પ્રેમાળ હોય છે. તે કર્ક જાતકને ઘણો પ્રેમ, કરૂણા અને આધાર પૂરા પાડશે. જોકે, મીન જાતકો નબળા અને સંવેદનશીલ હોય છે, પણ જરૂર હોય ત્યારે તેઓ શક્તિશાળી અને બળવાખોર પણ બની શકે છે. કર્ક જાતક પણ મીન જાતકને ઘણો પ્રેમ કરશે અને તેને લાગણીના બંધનમાં બાંધી દેશે. આ મનમેળ સારો તાલમેલ કહી શકાય.

મીન પુરુષ અને કર્ક સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ યુગલ માટે જીવન એટલે એકમેકનો સંગાથ હોય છે. આ પુરુષ સ્ત્રીની પ્રશંસા કરશે અને તે દુનિયામાં સૌથી મહત્વની વ્યક્તિ હોય તે રીતે તેને માન આપશે. કર્ક રાશિની સ્ત્રી માટે પણ મીન રાશિના પુરુષનું મહત્વ બીજી બધી બાબતો કરતા વિશેષ હોય છે. આ સ્ત્રી પુરુષ પાર્ટનરને પોતાના સપનાઓ સાકાર કરવામાં મદદ કરશે. જો તેમાંથી કોઇ એક દ્રઢ બને અને વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારતું થાય તો સુખની ચાવી તેમને હાથવગી જ છે તેમ કહી શકાય.

મીન સ્ત્રી અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
તેઓ બંને મોટેભાગે એકબીજાની પ્રશંસા કરતા હોય છે. મીન રાશિની સ્ત્રી કર્ક રાશિના પુરુષને તેની મોહકતા અને વિનોદવૃત્તિ દ્વારા આકર્ષશે. સ્ત્રી પુરુષને દરેક પ્રકારનો આરામ અને પ્રેમ આપશે અને પુરુષ પણ તેને સૌથી વધુ પ્રગતિશીલ અને સંપૂર્ણ સ્ત્રી માને છે, જે તેના અંધકારમય જીવનમાં પ્રકાશપૂંજ લાવી શકે છે. તેમનું રોમેન્ટિક જીવન ઘણું અદભૂત હશે અને તેઓ જ્યારે પણ સાથે હશે ત્યારે દરેક પળ માણી શકશે. તેમની વચ્ચેનું બંધન ઘણું મજબૂત અને ગાઢ હશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

કાર્યક્ષેત્રમાં અત્યારે ધીમી પરંતુ એકધારી ગતિએ આગળ વધશો. કંઇપણ નવું કરવાનું આયોજન કરી શકો પરંતુ અત્યારનો સમય ખરેખર તો તમારી વર્તમાન સ્થિતિ વધુ મજબુત કરવા પર ધ્યાન આપવાનો છે. કેટલાક વિરોધીઓ અને શત્રુઓથી સાવચેત રહેવાની સલાહ છે….

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધો મામલે આ સપ્તાહે સાચવીને આગળ વધવા જેવું છે. પહેલા ચરણમાં તમારું મન ઘણું વ્યાકુળ રહેશે અને તેમાં પણ અત્યારે તમારો ગુસ્સો વિજાતીય પાત્રમાં નારાજગીનું કારણ બની શકે છે. અત્યારે શક્ય હોય ત્યાં સુધી નવા સંબંધોની શરૂઆત કરવાનું…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

ખર્ચ સાથે તમારે આ સપ્તાહની શરૂઆત કરવાની છે. પૂર્વાર્ધમાં પારિવારિક અને વ્યવહારિક ખર્ચ કર્યા બાદ ખાસ કરીને તા. 27 અને 28ના રોજ તમે આવક વધારવા બાબતે થોડા ગંભીર થશો. ઉઘરાણીને લગતા કાર્યોનો નિકાલ લાવવા માટે પણ આ બંને દિવસ બહેતર જણાઇ…

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને સપ્તાહની શરૂઆતમાં અભ્યાસમાં મન નહીં ચોંટે પરંતુ બીજા દિવસે મધ્યાહન પછી તમે કારકિર્દી બાબતે ગંભીર થશો અને અભ્યાસમાં રુચિ વધશે. જોકે, વર્તમાન સમયમાં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરવાની ઘેલછામાં અતિ ઉતાવળે આગળ…

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

પ્રારંભિક ચરણમાં માનસિક વ્યાકુળતા અને ટેન્શનમાં સમય પસાર થતા તંદુરસ્તીને અસર પડી શકે છે. પહેલા બે દિવસમાં અતિ પરિશ્રમ ટાળજો. જોકે, તે પછીનો સમય આપના માટે ઘણો અનુકૂળ છે. તમે પોતાની તંદુરસ્તી અને દેખાવ બાબતે જાગૃત થશો જેથી કસરત,…

નિયતસમયનું ફળકથન