અંક જ્યોતિષ

આપણા જીવનમાં આંકડાઓ એક યા બીજી રીતે ખૂબ જ નજીકથી સંકળાયેલા હોય છે. આપણી જન્મ તારીખમાં અંક આવે છે, આપણા નામમાં પણ એક અંક છુપાયેલો હોય છે અને આપણા બિઝનેસ કે વ્યવસાયમાં પણ અન્ય કોઈ અંક છુપાયેલો હોય જ છે. કોઈપણ ઘટના જે-તે મહિનાની કોઈપણ તારીખે બને તે તારીખને એક અંકમાં ફેરવી શકાય છે, અને તે જ પ્રમાણે વર્ષમાં પણ એક ચોક્કસ અંક હોય જ છે. અંક જ્યોતિષએ ફળકથન કરવા માટેનું એક એવું ચોક્કસ વિજ્ઞાન છે જે અલગ અલગ અંકો અને તેના પરથી મેળવેલા વિશ્લેષણ પર આધારિત છે. અંક જ્યોતિષ પ્રમાણે, કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલા અંકોનો અભ્યાસ અને વિશ્લેષણ કરીને તેમના વિશે ઘણું જાણી શકાય છે અને તેનું ફળકથન કરી શકાય છે, તેના વ્યક્તિત્વ અને ભાવી, ઘટનાઓ અને સંભવિત બનાવો અંગે અનુમાન લગાવી શકાય છે. આ વિગતો સુધી પહોંચવા માટે અંક જ્યોતિષશાસ્ત્રમાં ઘણા અંકો, ગણતરીઓ અને પદ્ધતિઓ વિકસાવવામાં આવ્યા છે. અંક જ્યોતિષશાસ્ત્રમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા અંકોમાં જીવનપથ અંક, જન્મ તારીખ અંક, વ્યક્તિત્વ અંક, કાર્મિક ચક્ર અંક અને અન્ય અંકોનો સમાવેશ થાય છે. આ એવી પદ્ધતિ છે જેમાં જાતકની જન્મતારીખમાં આવતા અને ખૂટતા અંકો જાણી તેના આધારે તેમના વર્તન અંગે પણ શબ્દચિત્ર મેળવી શકાય છે. તો આ રહસ્યમય વિજ્ઞાનમાં ડોકિયું કરીને આપ પણ પોતાના વ્યક્તિત્વ અંગે ઘણું જાણી શકો છો.

અંક જ્યોતિષ