For Personal Problems! Talk To Astrologer

તુલા વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2019)

આ વર્ષને મોટાભાગના સમયમાં તમારે આવક બાબતે ખાસ ચિંતા કરવાની જરૂર નહીં પડે કારણ કે તમે આવકના નિયમિત સ્ત્રોતોમાંથી એકધારી ગતિએ કમાણી કરી શકશો. આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટેના પ્રયાસો પણ રંગ લાવશે. જોકે, માર્ચના અંત પછીના તબક્કામાં કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડમાં ન પડવાની સલાહ છે. પૈસા કમાવાનો શૉર્ટકટ આપને ભારે પડશે. ઘર-પરિવારના સભ્યો માટે ખર્ચ વધવાની શક્યતા છે. વધુ પડતો હાથ છુટો ન રહે તેની કાળજી લેવી. નાણાંના પ્રશ્ને સાવધ રહેવાનું ગણેશજી સૂચવે છે. વર્ષના અંતિમ ચરણમાં મ્યુચ્યુઅલ ફંડ, શેર, બોન્ડ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાનું રોકાણ કરી પરિવારનું અને પોતાનું ભાવિ સુરક્ષિત કરી શકશો. આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો અને તેમના માટે કેટલાક ખર્ચ પણ થઈ શકે છે. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્‍યમાં લાભદાયક સાબિત થાય. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયમાં ઝડપથી નાણાં રળવા શેર-સટ્ટો, જુગાર કે અનીતિનો માર્ગ અપનાવશો તો લાખના બાર હજાર થશે. ગૃહસજાવટ માટે આપ નવું ફર્નિચર ખરીદો અથવા રંગરોગાન કરાવો તેવી શક્યતા છે.
#

Trending (Must Read)

તુલા સાપ્તાહિક ફળકથન – 20-10-2019 – 26-10-2019

તુલા માસિક ફળકથન – Oct 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા