For Personal Problems! Talk To Astrologer

તુલા વાર્ષિક ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં તમારી મહેનત રંગ લાવશે. કારકિર્દી, અભ્યાસ, આર્થિક ઉન્નતિ, સંબંધો, સમાજ સહિત કોઇપણ ક્ષેત્રોમાં અત્યાર સુધી આગળ વધવા માટે અથવા પોતાની નવી ઓળખ બનાવવા માટે જે પ્રયાસો કર્યા હોય તેનું અત્યારે ફળ મળી શકે છે. શરૂઆતના ચરણમાં કદાચ મુસાફરીમાં થોડી તકલીફો થઇ શકે છે માટે પ્રવાસ ટાળવો. ફેબ્રુઆરીના મધ્ય પછી સ્થિતિમાં બહેતર સુધારો આવશે. આખા વર્ષ દરમિયાન મુસાફરીના આયોજનમાં છેલ્લી ઘડી સુધી અનિશ્ચિતતા રહેવાની શક્યતા વધુ રહેશે. વર્ષની શરૂઆતમાં ખાસ કરીને પૈતૃક મિલકતોને લગતા કાર્યોમાં સફળતા મળે. આ ઉપરાંત પિતા તરફથી કેટલાક લાભો થવાની આશા પણ રાખી શકો છો. આર્થિક બાબતે ખાસ ચિંતા જેવું નથી. મોટાભાગના સમયમાં તમે આવકમાં વધારો કરવા માટે યોગ્ય આયોજન કરશો અને તેમાં સારો ફાયદો થાય. જોકે, સપ્ટેમ્બર મહિના પછી તમારી આવકમાં અનિશ્ચિતતા વધશે. વર્ષાંતના સમયમાં નાણાં અભાવે તમારા કોઇ કાર્યો અટકે નહીં તે માટે અગાઉથી આયોજન કરવું. બાકી, આર્થિક મોરચે ખાસ ચિંતા જેવું નથી. પ્રથમ મહિનામાં કેટલાક ખર્ચને બાદ કરતા મોટાભાગે આવક જળવાઇ રહેશે. શરૂઆતના ચરણમાં આવક વધારવા માટે કરેલા પ્રયાસો વર્ષાંતમાં લાભ અપાવશે. સંબંધોનું સુખ સારી રીતે માણી શકશો પરંતુ મિત્રો સાથે અત્યારે મુલાકાતોની શક્યતા ઓછી છે. કેટલીક વખત તમારા મિત્રોનો સહકાર ના મળવાથી તેમના પ્રત્યે નારાજગી થશે પરંતુ એક વાત યાદ રાખજો કે તેમાં એમનો કોઇ વાંક નથી પરંતુ સંજોગો તમને સાથ ઓછો આપે છે. એપ્રિલ મહિના પછી આમાં સુધારો આવવાની શક્યતા વધશે. એપ્રિલથી જુલાઇના અંત સુધી પ્રિયપાત્રને લગતી કેટલીક ચિંતા રહે પરંતુ બાકીનો સમય સારો હોવાથી તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે નીકટતા માણી શકશો. પ્રેમસંબંધો અને દાંપત્યજીવનમાં એકંદરે સામીપ્યનો અહેસાસ કરશો. વિદ્યાર્થીઓને આ વર્ષમાં અભ્યાસમાં સારી પ્રગતિના એંધાણ છે પરંતુ ખરાબ મિત્રોની સોબત છોડવાની સલાહ છે. આ વર્ષમાં તમારી દૂરના અંતરે અથવા વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા ફળીભૂત થઇ શકે છે. વર્ષાંતમાં તમે ગૂઢ વિદ્યામાં વધુ રુચિ લેશો. આ વર્ષમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાશે પરંતુ મુસાફરી, સાહસપૂર્ણ જગ્યાની મુલાકાતો વગેરેમાં ઇજા સામે સાચવવું પડશે.

તુલા સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

તુલા માસિક ફળકથન – Jan 2020

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા