For Personal Problems! Talk To Astrologer

તુલા – વૃષભ સુસંગતતા

તુલા અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

વિવાદની દુનિયાથી દૂર રહેવાનો બંને જાતકો પ્રયાસ કરે છે અને તેમને સંપ અને શાંતિની દુનિયામાં રહેવું વધારે ગમે છે. મળતાવડો શાંતિપ્રિય સ્વભાવ, સૌમ્યતા અને કરૂણાના ગુણો બંને જાતકોમાં સામાન્ય છે. કયારેક મતભેદ સર્જાય છતાં તેમાં ચિંતા કરવાનું કારણ નથી. તુલા જાતકોનો વધારે પડતો સમૂહમાં રહેવાનો અને સામાજિક સ્વભાવ વૃષભ જાતકને પસંદ નથી કારણ કે તેઓ માત્ર નિકટની વ્યકિતઓ સાથે જ વધારે ઓતપ્રોત હોય છે. તુલા જાતકના મુત્સદ્દી સ્વભાવના કારણે નાના-નાના ઝઘડા થાય છે. પરંતુ બંને જણા ખૂબ રોમેન્ટિક સ્વભાવના અને વૈભવવિલાસ પ્રિય હોવાના કારણે તેમની વચ્ચે ઘણી સુસંગતતા રહે છે.

તુલા પુરુષ અને વૃષભ મહિલા વચ્ચે સુસંગતતા
અત્યંત સુંદર મેળ ધરાવતી આ જોડી છે કારણ કે બંને પ્રેમની ઉત્કટતા અને રોમાન્સમાં એકબીજા સાથે ઘણા ઓતપ્રોત થઇ જાય છે. એમ છતાં સંબંધો આગળ વધે ત્યારે તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તુલા જાતકમાં નિષ્ઠાની કમી હોય છે જે વૃષભ મહિલામાં અસુરક્ષિતતાની ભાવના પેદા કરે છે. જો કે સ્ત્રીને પુરુષની પોતાની વાત બીજાને સમજાવવાની કળા ગમતી હોવાથી અને પુરુષને સ્ત્રીની દૃઢ નિર્ધાર શક્તિ પસંદ હોવાથી તેમની વચ્ચેના સંબંધો તૂટતા નથી. બંને જણા એકબીજાને ક્ષતિઓને ભૂલી જવાની કોશિશ કરે તો તેમની વચ્ચે સુમેળ જળવાઇ શકે છે.

તુલા સ્ત્રી અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા
સુમેળની દૃષ્ટિએ જોઇએ તો આ જોડી બહુ સફળ પુરવાર નથી થતી. એમ છતાં સંગીત, ફિલ્મ અને કલાના ક્ષેત્રમાં બંને સમાન રીતે રૂચિ ધરાવતા હોવાથી ચિંતાનું કારણ રહેતું નથી. વૃષભ પુરુષ જાતકનો પઝેસિવ સ્વભાવ પોતાની સ્ત્રીને અન્ય સાથે વધારે હળવા મળવા દેતો નથી. તેમની વચ્ચે અસમાનતાઓ હોવા છતાં તેઓ એકબીજા સાથે સારી રીતે સમય પસાર કરવાની કોશિશ કરતા હોવાથી તેમની વચ્ચે એકરાગતા જળવાઇ રહે છે. જો વિપરીત પરિસ્થિતિમાં તેઓ શાંતિ અને સ્વસ્થતા જાળવવાનો પ્રયત્ન કરે તો વાંધો આવતો નથી.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આ સપ્તાહે તમે શરૂઆતથી જ કેન્દ્રિત રહેશો માટે ચિંતા જેવું નથી. સેલ્સ અને માર્કેટિંગ, કમ્યુનિકેશન અથવા વાણીનું મહત્વ હોય તેવા ક્ષેત્રોમાં થોડુ ધ્યાન રાખવું પડશે. નવા સાહસો ખેડવામાં અથવા કામકાજમાં નવી શરૂઆત કરવામાં…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો મામલે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. શરૂઆતથી જ તમે પ્રિયપાત્ર સાથે સંપર્કમાં રહેશો. તમારી વચ્ચે વિજાતીય આકર્ષણ જળવાઇ રહેશે. જોકે, પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં અથવા પહેલાંથી સંબંધોમાં હોવ તો કમ્યુનિકેશનમાં…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને નાણાંની આવક સારી પ્રમાણમાં રહેશે. નોકરિયાતો અને છૂટક કામકાજો દ્વારા કમાણી કરતા જાતકોને અગાઉ કરેલી મહેનત અત્યારે ઉગી નીકળશે. તમારી કાર્યનિષ્ઠા બદલ ઈનામ, પ્રોત્સાહન કે ઈન્સેન્ટિવરૂપે લાભ મળી શકે છે. સપ્તાહના…

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતથી જ આપ ગમ્મત સાથે જ્ઞાન મેળવીને હળવાફૂલ રહેશો. તમારામાં અભ્યાસ માટે થોડી રુચિ ઓછી હોય તો અત્યારે કારકિર્દીને અનુલક્ષીને કેટલાક નક્કર પગલાં ભરવાની તેમજ ચોક્કસ શિડ્યુલ બનાવવાની જરૂર છે જેથી પરીક્ષામાં સારું…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

તમારું સ્વાસ્થ્ય આ સપ્તાહે જળવાઈ રહેશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. ઘરની બહારના સામાજિક કાર્યોમાં આપ સમય ફાળવી શકશો અને આ પ્રકારે આપ પ્રવૃત્તિમય રહેશો જેથી શારીરિક દૃષ્ટિએ પણ લાભ રહેશે. તેના કારણે આપનામાં શક્તિનો સંચાર થતો…

નિયતસમયનું ફળકથન