For Personal Problems! Talk To Astrologer

તુલા જાતકોનો સ્વભાવ

તુલા જાતકોનો સ્વભાવ

તુલા એ પ્રાણી કે મનુષ્યનું પ્રતિક નથી.
આ એક સામાજિક ઉપયોગમાં આવતું પ્રતીક છે. તુલા રાશિના જાતકો અન્ય લોકો માટે અનુકૂળતા અને સરળતા ઊભી કરવા માટે કોઈપણ પરિસ્થિતિનો ખૂબ સારી રીતે પ્રતિભાવ આપે છે. કલાત્મકતાનો ગુણ ધરાવતા તુલા જાતકો કોઈપણ બાબતમાં વિષયવસ્તુ, રંગ અને તેની સાથે સંકળાયેલા તત્વોમાં સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. આથી જ તુલા જાતકો સર્જનશીલ હોય છે. પોતાની જાત અને અન્ય લોકો વચ્ચે સંતુલન જાળવવાની તુલા જાતકોમાં શ્રેષ્ઠ કળા હોય છે. પરસ્પર સંબંધો કેળવવામાં પણ તેઓ પારંગત હોય છે. તેઓ આકર્ષક યજમાન બની શકે છે. અન્ય લોકોને સમજાવવી પડે તેવી બાબતો તુલા જાતકો જાતે જ સમજી શકવાની સારી કોઠાસૂઝ ધરાવતા હોય છે. અન્ય લોકોની જરૂરિયાતને પ્રાધાન્ય આપે છે. તુલા જાતકો એક તરફી ઝુકાવ ન રાખતાં બંને પક્ષ વચ્ચેની પરિસ્થિતિ નો તાગ કાઢ્યા બાદ સંતુલિત અભિગમ અપનાવે છે. તુલા રાશિના જાતકોમાં કારણ અને પરિણામો અગાઉથી પારખવાની ગૂઢ શક્તિ હોવાના કારણે તેઓ અસરકારક અને કુશળ વ્યૂહરચનાકાર સાબિત થાય છે. પછી તે ચેસની રમત હોય, કે કોઈ સાથેની સલાહમસલત કે પછી ટાઉન પ્લાનિંગ હોય, તમામ પરિસ્થિતિમાં અધવચ્ચે અટવાયા બાદ કઈ રીતે અસરકારક પગલાં લેવા તે તુલા જાતકો ખૂબ સારી રીતે જાણે છે. આપનો સરળ અભિગમ આપના અને અન્યો માટે ઘણો લાભદાયી સાબિત થાય પરંતુ યાદ રાખો કે આવા અભિગમના કારણે આપને બધું જ મળી જશે અથવા આપ બધાને બધું જ આપી શકશો પરંતુ પછી આપના માટે કંઈ નહીં રહે.
સ્વામી ગ્રહઃ શુક્ર
પ્રેમ અને કામનાઓનો ગ્રહ શુક્ર રોમાન્સ અને સૌંદર્યનો અધિપતિ છે. જો કે તે માત્ર શારીરિક પ્રેમ નહીં પરંતુ આદર્શ પ્રેમનું પણ પ્રતીક છે. દરેક સુંદર ચિત્ર કે કલાકૃતિમાં શુક્રનો પ્રભાવ હોય છે. તુલા રાશિના સ્વામી તરીકે શુક્ર સૌંદર્યને આદર્શ રૂપે સ્વીકારવાનો સંકેત આપે છે. આ ગ્રહ વિવિધ રંગો, સંગીતનો યોગ્ય સમન્વય અને પ્રેમના સચોટ કાવ્યાત્મક વર્ણનનું યોગ્ય મિશ્રણ છે.
સાતમો ભાવઃ સાથી
કુંડળીમાં સાતમો ભાવ જોડીદારનું સૂચન કરે છે. આ જોડીદાર એટલે વ્યવસાયિક ભાગીદાર, જીવનસાથી કે તે પ્રકારનો કોઈપણ સંબંધ હોઈ શકે છે. મોટાભાગે આપ આપના જીવનમાં અન્ય લોકો સાથે કેવા સંબંધ કેળવો છો તે આ ભાવ પરથી જાણી શકાય છે.
તુલા રાશિનું તત્વઃ વાયુ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાયુ તત્વ ગતિ કે હલનચલનનો સંકેત આપે છે.વિચાર એ બે અંતિમો વચ્ચેની કાર્યક્ષમ ગતિવિધિ છે. વાયુ તત્વના કારણે તુલા જાતકો સારા વિચારકો હોય છે. તેઓ અન્ય બાબતો કરતા બુધ્ધિ પર વધારે ભાર મૂકે છે. ભાષા પર સારી પકડ અને સજાગતાના કારણે આ જાતકોને જન્મજાત સારી વાકછટાની બક્ષિસ મળેલી હોય છે. તેમના શબ્દોમાં કઠોરતા ન હોવા છતાં વાવાઝોડાની પ્રચંડ શક્તિ જેટલી અસરકારકતા ધરાવે છે.
તુલા જાતકોની શક્તિઃ
આપનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કરિશ્મા જ આપની તાકાત છે.
તુલા જાતકોની નબળાઈઃ
પોતાની જરૂરિયાતોની અવગણના કરવી એ આપની સૌથી મોટી નબળાઈ છે.
 

તુલા સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર