For Personal Problems! Talk To Astrologer

તુલા માસિક ફળકથન

આ મહિનો (Jul 2019)

સંતાનોના ખાસ કરીને અભ્યાસ સંબંધિત પ્રશ્‍નો ઉકલતા આપ ઘણી રાહત અનુભવશો. આપના વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે સાનુકૂળ તબક્કો છે. તમારામાં ઉત્સાહ અને બૌદ્ધિકતા બંને સારા પ્રમાણમાં રહેવાથી તમે કામકાજમાં ચતુરાઇપૂર્ણ નિર્ણયો લઇ શકો છો. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. આયાત નિકાસના વેપારીઓને વિશેષ ફાયદો થશે. વ્યવસાયિક ક્ષેત્રે કાનૂની આંટીઘૂંટીઓથી સાવચેત રહેવું. વિરોધીઓની તમામ ચાલ નિષ્‍ફળ બનશે. આપના વિચાર વ઼ર્તનમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહેશે. આપ પરિવારજનો અને મિત્રો સાથે ખુશખુશાલ રહેશો. દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા આપની આવકમાં વધારો થાય. ભાગીદારીમાં પણ લાભ થાય. આપના જીવનમાં કોઈ વિજાતીય પાત્ર પ્રવેશે. બીજા સપ્તાહમાં નકારાત્‍મક વિચારો આપના દિલ અને દિમાગનો હવાલો સંભાળશે માટે કોઈપણ બાબતે આપ શક્ય હોય એટલો વ્યવહારુ અભિગમ અપનાવજો. જોકે બાકીનો સમય સારો છે. અચાનક પ્રવાસના સંજોગો સર્જાઇ શકે છે માટે માનસિક તૈયારી રાખવી. નવા સંબંધો જોઈ વિચારીને બાંધજો. ખાનપાન પર વિશેષ ધ્‍યાન રાખવું પડશે. વહીવટી કાર્યમાં આપની નિપુણતા દેખાશે. આકસ્મિક ધન લાભના યોગો છે. વ્‍યવસાયમાં આપ નવી શૈલી, નવા ઉપકરણો કે નવી કાર્ય પ્રણાલી અપનાવશો.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર