For Personal Problems! Talk To Astrologer

તુલા – મકર સુસંગતતા

તુલા અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

સામાન્ય રીતે જોતાં તુલા અને મકર જાતકોના વ્યકિતગત સ્વભાવ વચ્ચે મેળ મળતો નથી. તુલા જાતકો નિખાલસ મનના હોય છે અને બહુ આસાનીથી મિત્રો બનાવી લે છે. જ્યારે મકર જાતકો અંતર્મુખી અને બહુ જ ગંભીર હોય છે મકર જાતકો એવા લોકોની કક્ષામાં આવે છે જેઓ સાદગીભર્યું જીવન અને ઊંચા વિચારોના સિદ્ધાંતમાં માનતા હોય છે. બીજી તરફ તુલા જાતકો જીવનની પ્રત્યેક પળને માણી લેવામાં માને છે. મકર જાતકો તેમની લાગણીઓ મુકતપણે વ્યકત કરતા નથી. તેથી સંબંધ ટકાવવા માટે બંને જણાએ ઘણી ધીરજ અને સહનશીલતા રાખવાની જરૂર પડે છે.

તુલા પુરુષ અને મકર મહિલા વચ્ચે સુસંગતતા
તુલા પુરુષને નવા – નવા મિત્રો બનાવવા, નવી નવી વસ્તુઓ શોધવી અને આઝાદી માણવી ગમે છે. પરંતુ મકર મહિલા શરમાળ અને એકાંતપ્રિય હોય છે. પુરુષનો બિન્દાસ સ્વભાવ જોઇને તે ત્રસ્ત થઇ જાય છે, મકર મહિલાની જેમ જ તુલા પુરુષ પણ બુદ્ધિશાળી લોકોનો આદર અને પ્રશંસા કરે છે. મકર મહિલા જાતક પોતાના આકર્ષક અને શાંત વ્યક્તિત્વથી તુલા પુરુષને આકર્ષે છે પરંતુ આ આકર્ષણ લાંબો સમય ટકતું નથી. સંબંધોને લાંબા સમય સુધી વળગી રહેવાનો આ જોડીમાં બહુ ઓછો અવકાશ છે.

તુલા સ્ત્રી અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા
મકર પુરુષ જાતક તુલા સ્ત્રીનું ઘણું ધ્યાન રાખે છે અને તેનું રક્ષણ કરે છે અને તે પણ પુરુષના સાહસોમાં આગળ વધવામાં પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત લોકોને હળવા મળવામાં પણ તે પુરુષની સાથે રહે છે. એમ છતાં સંબંધોને નવો અર્થ આપતી એવી કેટલીક બાબતોનો અભાવ હોવાથી તેમની વચ્ચે તાલમેલ જામતો નથી. તુલા સ્ત્રી મોજશોખ પ્રિય અને મળતાવડી હોય છે જ્યારે મકર પુરુષ શુષ્ક અને નિરસ પ્રકૃતિ ધરાવે છે. તેથી બંને જણાએ સંબંધો ટકાવી રાખવા પ્રયત્નો કરવા પડે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આ સપ્તાહે તમે શરૂઆતથી જ કેન્દ્રિત રહેશો માટે ચિંતા જેવું નથી. સેલ્સ અને માર્કેટિંગ, કમ્યુનિકેશન અથવા વાણીનું મહત્વ હોય તેવા ક્ષેત્રોમાં થોડુ ધ્યાન રાખવું પડશે. નવા સાહસો ખેડવામાં અથવા કામકાજમાં નવી શરૂઆત કરવામાં…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો મામલે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. શરૂઆતથી જ તમે પ્રિયપાત્ર સાથે સંપર્કમાં રહેશો. તમારી વચ્ચે વિજાતીય આકર્ષણ જળવાઇ રહેશે. જોકે, પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં અથવા પહેલાંથી સંબંધોમાં હોવ તો કમ્યુનિકેશનમાં…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને નાણાંની આવક સારી પ્રમાણમાં રહેશે. નોકરિયાતો અને છૂટક કામકાજો દ્વારા કમાણી કરતા જાતકોને અગાઉ કરેલી મહેનત અત્યારે ઉગી નીકળશે. તમારી કાર્યનિષ્ઠા બદલ ઈનામ, પ્રોત્સાહન કે ઈન્સેન્ટિવરૂપે લાભ મળી શકે છે. સપ્તાહના…

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતથી જ આપ ગમ્મત સાથે જ્ઞાન મેળવીને હળવાફૂલ રહેશો. તમારામાં અભ્યાસ માટે થોડી રુચિ ઓછી હોય તો અત્યારે કારકિર્દીને અનુલક્ષીને કેટલાક નક્કર પગલાં ભરવાની તેમજ ચોક્કસ શિડ્યુલ બનાવવાની જરૂર છે જેથી પરીક્ષામાં સારું…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

તમારું સ્વાસ્થ્ય આ સપ્તાહે જળવાઈ રહેશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. ઘરની બહારના સામાજિક કાર્યોમાં આપ સમય ફાળવી શકશો અને આ પ્રકારે આપ પ્રવૃત્તિમય રહેશો જેથી શારીરિક દૃષ્ટિએ પણ લાભ રહેશે. તેના કારણે આપનામાં શક્તિનો સંચાર થતો…

નિયતસમયનું ફળકથન