For Personal Problems! Talk To Astrologer

સિંહ વાર્ષિક ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષ તમારા માટે ઉત્સાહ અને ઉમંગ લઇને આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તમે સંબંધોમાં નિરસતા અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હશો તો હવે ચિંતા છોડો કારણ કે જાન્યુઆરીના અંતથી મોટાભાગે તમે તમામ બાબતોમાં સુનિશ્ચિત થઇ જશો. આ વર્ષમાં તમે પોતાના કાર્યોમાંથી ઘણું નવું શીખશો. જીવનશૈલી વધુ ઉન્નત બનાવવા માટે પણ ખર્ચ થવાની શક્યતા છે. આ વર્ષે સંબંધોમાં તમે ઘણી અનિશ્ચિતતામાંથી પસાર થશો અને ખાસ કરીને જેઓ પહેલાથી સંબંધોમાં છે તેઓ વર્તમાન સંબંધો તોડીને નવી શરૂઆત કરવા પર ધ્યાન આપશે. આવી સ્થિતિમાં તમે કોઇપણ નિર્ણય વ્યવહારુ અભિગમથી લેજો કારણ કે તમે જે સ્થિતિ જોઇ રહ્યા છો તે ભ્રામક પુરવાર થઇ શકે છે. નવા સંબંધોની શરૂઆતમાં પણ તમે તમારા સાથીની પસંદગીમાં અતિ ઉતાવળે આગળ ના વધતા અન્યથા વૈચારિક મતભેદના કારણે સંબંધોમાં ઝડપી ભંગાણ થઇ શકે છે. લગ્ન અંગેનો કોઇપણ નિર્ણય લેવા માટે સપ્ટેમ્બર પછીનો સમય બહેતર છે. જોકે, પરિવાર સાથે વર્ષના છેલ્લા ચરણમાં વધુ સાચવવું પડશે. વ્યાવસાયિક હેતુથી પ્રોપર્ટી ખરીદવાનું શક્ય બની શકે છે. જો તમે વિસ્તરણ અથવા અન્ય આશયથી આવી પ્રોપર્ટી, મશીનરી વગેરે ખરીદવાનું વિચારી રહ્યા હોવા તો, પૂર્વાર્ધનો સમય સારો છે. આ ઉપરાંત એપ્રિલ થી જુલાઇના મધ્ય સુધીનો તબક્કો પણ તમારા માટે સારો છે. શક્ય હોય ત્યાં સુધી જુલાઇના મધ્યથી ઓગસ્ટના મધ્ય સુધી એવા કોઇપણ કાર્યો ના કરતા જેના કારણે તમારી પ્રતિષ્ઠા ખંડિત થાય અથવા તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની સંભાવના હોય. વર્ષના મધ્યમાં તમે કામકાજમાં નવીન વિચારશૈલી સાથે આગળ વધી શકશો. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં વધુ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. છેલ્લા ઘણા સમયથી તમારી અભ્યાસની પ્રવૃત્તિઓ ખૂબ ધીમી ગતિએ ચાલતી હશે જેમાં ફેબ્રુઆરીથી રાહત મળે પરંતુ છતાંય તમારા માટે સાવ સરળ માર્ગ નથી. સપ્ટેમ્બર મહિના પછીનો તબક્કો તમારી સ્થિતિમાં સુધારો લાવી શકે છે. જાન્યુઆરીના અંત પછી સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફો માથુ ઊંચકી શકે છે. ખાસ કરીને જુની બીમારીના લક્ષણો ફરી દેખાઇ શકે છે. કામનું ભારણ રહેવાથી તમને વારંવાર થાક લાગી શકે છે.

સિંહ સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

સિંહ માસિક ફળકથન – Jan 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર

વધુ જાણો સિંહ