Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – વૃષભ સુસંગતતા
સિંહ અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા
દૃઢ નિર્ણયશક્તિ અને મક્કમ નિર્ધાર એ બંને બાબતો સિંહ અને વૃષભ બંને જાતકોમાં બહુ સામાન્ય છે. સિંહ જાતક ટોળાનો માણસ છે અને તે બધાનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત થાય તેમ ઇચ્છે છે. જ્યારે વૃષભને માત્ર પોતાના નિકટના સ્વજનોથી જ ઘેરાયેલા રહેવું ગમે છે. પ્રેમના વ્યક્તિગત સ્વભાવ અને વિસંગતતાને કારણે તેમની વચ્ચે કેટલાક મતભેદો ઊભા થઇ શકે છે. પરંતુ પ્રેમ અને ઉત્કટતામાં તેમનો સૌથી વધારે મેળ જામે છે. બંને જાતકો શક્તિ- ઉર્જાથી ભરપૂર હોય છે તેથી તેઓએ જાતે જ સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢવો જોઇએ.
સિંહ પુરુષ અને વૃષભ મહિલા વચ્ચે સુસંગતતા વૃષભ સ્ત્રી સ્વભાવે અહંકારી હોય છે અને સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવા તેણે પોતાનો અહં બાજુ પર મૂકીને સમાધાનો કરવા પડે છે. સિંહ પુરુષ હંમેશા અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા ઇચ્છે છે, આ બાબત વૃષભ મહિલાના અહંને ઠેસ પહાચાડે છે. તેણે પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડે તથા પુરુષને પણ મોકો આપવો પડે છે. પરંતુ પુરુષ સ્ત્રી પરત્વે પ્રેમ લાગણી અને નિષ્ઠા બતાવવાનું ચાલુ રાખશે અને વૃષભ સ્ત્રી સિંહ પુરુષની પ્રણય પ્રચુર ચેષ્ટાઓનો આનંદ માણશે તેથી આ બંને વચ્ચે સ્નેહનો સેતુ જળવાઇ રહે છે.
સિંહ મહિલા અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા પ્રેમની ઉત્કટતા તેઓની વચ્ચેના સુમેળને વધુ સુદૃઢ બનાવે છે. વૃષભ પુરુષ મોટાભાગે કરકસરિયા કે કંજૂસ હોય છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ કરવો તેમને ગમતો નથી. બીજી તરફ, સિંહ મહિલા પાર્ટનર મોજશોખ પાછળ ખર્ચ કરાવવા હંમેશા તૈયાર હોય છે. પરંતુ તેઓ બંનેનું આવું વલણ તેમની વચ્ચેના પ્રેમમાં અવરોધરૂપ બનતું નથી કારણ કે તેઓની વચ્ચે પ્રેમની બાબતમાં ગાઢ આકર્ષણ હોય છે.