Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – મીન સુસંગતતા
સિંહ અને મીન રાશિ વચ્ચે સુસંગતતા
સિંહ જાતકોને હંમેશા કુટુંબના શાસક બનીને પોતાની જો હુકમી ચલાવવી ગમે છે અને મીન જાતકોને તેમાં વાંધો પણ નથી હોતો. તેઓ તેના આદેશને અનુસરવા તૈયાર પણ હોય છે. મીન જાતક સિંહ જાતકે લીધેલા નિર્ણયોને તરત જ સ્વીકારી લેવા પણ તૈયાર હોય છે. આ જ એક બાબત તેમની વચ્ચે લાગણીના તાંતણાને મજબૂત બનાવે છે. સિંહ જાતકોને મીન જાતકનો શાંત અને કરૂણાસભર સ્વભાવ ગમે છે. જ્યારે મીન જાતકને સિંહ જાતકની શારીરિક સુદૃઢતા આકર્ષે છે. આ કારણસર બંને વચ્ચે સારો તાલમેલ જળવાઇ રહે છે. જો કે સિંહ જાતકે તેના મીન જોડીદારને ઓળખવા માટે ઘણા પ્રયાસો કરવા પડે છે, કારણ કે તે સ્વભાવના ઓછાબોલા અને અંતર્મુખી હોય છે. તેઓ બંને વચ્ચેના સંબંધમાં ઝઘડાને કોઇ અવકાશ રહેતો નથી.
સિંહ પુરુષ જાતક અને મીન મહિલા વચ્ચે સુસંગતતા આ જોડી વચ્ચેના સંબંધો સફળ નથી થતા કારણ કે બંને વિરોધાભાસી વલણ ધરાવે છે. સિંહ પુરુષ જાતક અહંકારી અને બહિર્મુખ હોય છે. મીન જાતકો બીજાની મજાક મશ્કરી કરવાનો અને બીજાની નબળાઇઓ તરફ અંગૂલિનિર્દેશ કરવાનો સ્વભાવ ધરાવે છે. સિંહ પુરુષ અને મીન મહિલા બંને મિત્રતા લાંબો સમય ટકાવી શકે છે. પરંતુ જ્યારે અંગત સંબંધોની વાત આવે ત્યારે તેઓ તેમાં નિષ્ફળ જાય છે. આટલા વિરોધાભાસો હોવા છતાં તેમને બંનેને સંગીત, કલા, નૃત્ય અને જીવનની સુંદર ક્ષણો માણવામાં એકસરખી રૂચિ હોય છે.
સિંહ મહિલા અને મીન પુરુષ જાતક વચ્ચે સુસંગતતા આ બંને જાતકોનો રોમેન્ટિક અને પ્રેમની ઉત્કટતાભર્યો સ્વભાવ તેમના સંબંધોને અધિક નિકટતમ બનાવી ખૂબ પુષ્ટ કરે છે. સિંહ મહિલાનો અજેય સ્વભાવ તેમની વચ્ચેના સંબંધોને દીર્ઘકાળ સુધી ટકાવી રાખે છે. જો બંને ઝઘડે નહિં તો તેઓ જિંદગીનો ભરપૂર આનંદ માણી શકે. આમ તો તેઓ શ્રેષ્ઠ યુગલ સાબિત થઇ શકે છે. પરંતુ કયારેક મીન પુરુષ જાતકના સ્વાર્થી સ્વભાવના કારણે તેમની વચ્ચે ટંટો થાય છે, કારણ કે સિંહ જાતકોના ઉદાર સ્વભાવ સાથે તેનો મેળ જામતો નથી.