સિંહ અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા
આ બંને રાશિના જાતકોને એકબીજાના પૂરક બની રહેવું ગમે છે. તેથી તેમની વચ્ચે સારો તાલમેલ રહી શકે છે. બંનેને સામાજિક મેળાવડાઓમાં પરોવાયેલા રહેવું ગમે છે. તેઓને રોમાન્સમાં ખોવાઇ જવું પસંદ છે. વ્યકિતગત રીતે જોઇએ તો તેમની વિરોધાભાસી લાક્ષણિકતાઓના કારણે પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આ જોડી ઘણી બળવાન સાબિત થાય છે. આ બંને જાતકોને હોટેલમાં જમવું, લોંગ ડ્રાઇવ પર જવું, નૃત્ય કરવું વગેરે ઘણું ગમે છે.
સિંહ પુરુષ અને તુલા મહિલા વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેના સંબંધો પ્રેમ, રોમાન્સ, ઉત્કટતા, મનોરંજન અને કામવાસનાથી પ્રચુર હોય છે. તેમની વચ્ચેની એકરાગતા પણ ઘણી સારી હોય છે અને તેમાં કોઇ સમસ્યા નડતી નથી. તુલા મહિલા જાતકમાં નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ હોય છે જે કામ સિંહ પુરુષ જાતક બહુ સારી રીતે કરી શકે છે, તેથી તેમની જોડીમાં સારો તાલમેલ રહે છે. જીવનની સુંદર વસ્તુઓની તુલા સ્ત્રી પ્રશંસક છે અને તેને ખૂબ પસંદ કરે છે, જ્યારે સિંહ પુરુષ જાતક પણ તેમાં તેનો સાથ આપે છે. તુલા મહિલા જાતકને એન્ટિક વસ્તુઓ ખરીદવી ગમે છે અને તેનો સિંહ પુરુષ જોડીદાર પૈસા ખર્ચવા તૈયાર જ હોય છે. તેથી બંને વચ્ચે મતભેદો થવાનો અવકાશ બહુ ઓછો છે.
સિંહ સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચેનો સુમેળ અજોડ કહી શકાય તેવો છે. બંને જણાં પોતપોતાની આંતરિક લાગણીઓને મુકત રીતે અને નિઃસંકોચપણે અભિવ્યકત કરી શકે છે. પુરુષ જાતક હંમેશા ઈચ્છે છે કે સ્ત્રી પાર્ટનર તેના પર સંપૂર્ણ ધ્યાન આપે., અને સ્ત્રી પણ તેના નિઃસ્વાર્થ, નિષ્ઠાવાન સ્વભાવથી પુરુષની આ જરૂરિયાત પૂરી કરે છે. તુલા પુરુષ સૌથી રોમેન્ટિક સૂર્ય રાશિ છે. તેથી સિંહ મહિલા જાતક તેને પોતાના જીવનસાથી તરીકે મેળવીને પોતાની જાતને નસીબદાર માને છે. બંનેની સમાન લાક્ષણિકતાઓને જોતાં તેમની વચ્ચેના પ્રેમ સંબંધો ખૂબ સારા પુરવાર થાય છે.