For Personal Problems! Talk To Astrologer

સિંહ – કર્ક સુસંગતતા

સિંહ અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

સિંહ અને કર્ક બંને રાશિના જાતકો જુદાજુદા વલણો ધરાવે છે, જે તેમના ગર્વને ઠેસ પહોંચાડવાની શકયતા ધરાવે છે. તેમની વચ્ચે સારો મનમેળ રહે છે, કારણ કે સિંહ જાતક દરેકમાં મોખરે રહેવા અને આગેવાની કરવા ઇચ્છુક હોય છે. જ્યારે કર્ક જાતક વફાદારીથી તેને અનુસરે છે. આ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ સફળ લગ્નમાં પરિણમી શકે છે. કર્ક જાતક સિંહ જાતકના ભરપુર વખાણ કરે છે ત્યારે સિંહ જાતક સંતોષ અનુભવે છે. તેમના વ્યકિતગત મિજાજને કારણે તેમની વચ્ચેના તાલમેલ પર કોઇ અસર પડતી નથી. સાથે રહેવાથી તેમના સંબંધોમાં વધુ ઘનિષ્ઠતા આવે છે.

સિંહ પુરુષ અને કર્ક મહિલા વચ્ચે સુસંગતતા
જો સિંહ પુરુષ અને કર્ક મહિલા જાતક બંને એકબીજા સાથે સમાધાનકારી વલણ અપનાવે તો બંને વચ્ચે સુમેળ રહેવાની ઘણી બધી તકો છે. કર્ક મહિલાઓ મુલાયમ, કોમળ હૃદયની અને પ્રભાવશાળી, ઉચ્ચ વિચારો ધરાવનારી હોય છે. જ્યારે સિંહ પુરુષોને પ્રેમ અને પોતાના ગુણગાન ગવાય તે ગમે છે. જો તેને આ પ્રકારની પ્રશંસા અને પ્રેમ સ્ત્રી પાસેથી મળતા રહે તો આ સંબંધો સારા ટકે છે. અન્ય વ્યકિતના દુઃખ અને જખમો પરત્વે સિંહ પુરુષ અને કર્ક મહિલા બંનેએ ખૂબ સંવેદનશીલ બનવું પડે છે. તો પણ બધી રીતે જોતાં ગણેશજીને એમ લાગે છે કે થોડાક પ્રયત્નો કરાય તો આ જોડી વચ્ચે સારો તાલમેલ રહે છે.

સિંહ મહિલા અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
સિંહ પુરુષને પોતાની દરેક વાત કે સુખ દુઃખ દરેકમાં અન્યને ભાગીદાર બનાવવા ગમે છે. તેને પોતાના જોડીદાર સાથે સમય પસાર કરવો ગમે છે. આ જોડી વચ્ચે ઘણો સમય તાલમેલ રહેવાની શકયતા છે. કર્ક પુરુષ વિશ્વાસ અને આદરની અપેક્ષા રાખતો હોય છે, જે સિંહ મહિલા તરફથી તેને મળી જાય છે. જ્યારે સ્ત્રી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી હોય ત્યારે પુરુષ હંમેશા તેની પડખે રહે છે. બંને જણા એકબીજાની લાગણીઓ અને ભાવનાઓનો આદર કરતા હોવાથી તેમની વચ્ચે ઘણી સુસંગતતા જળવાઇ રહે છે. તેમના સફળ સંબંધોમાં પરસ્પર વફાદારી અને નિષ્ઠા બહુ મોટી ભૂમિકા ભજવે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતો પોતાના કામકાજમાં ખૂબ સારું બૌદ્ધિકચાતુર્ય રાખીને આગળ વધે પરંતુ ટાર્ગેટ પૂરા કરવા માટે તમારી પર થોડુ દબાણ રહેવાથી કામકાજમાં વધુ મહેનત કરવી પડે અને સમય પણ આપવો પડશે. ઉત્તરાર્ધના સમયમાં છુટક કામકાજોમાં પણ તમે એકધારી…

સિંહ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં તમે વિજાતીય પાત્રો સાથે મૈત્રી કેળવી શકશો અને અગાઉથી કોઇની સાથે પરિચયમાં હોવ તો તમારી વચ્ચે ઘનિષ્ઠતા વધશે. જોકે, તમારી વચ્ચે કોઇ મોટી ઉંમરની અન્ય વ્યક્તિના કારણે સંબંધોમાં સમસ્યા ના આવે તેનુ ધ્યાન રાખવુ…

સિંહ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં રોકાણ મામલે તમે સક્રિય બનશો અને કદાચ ટેક્સ બચતને અનુલક્ષીને રોકાણના મહત્વના નિર્ણય લેશો. લાંબાગાળા રોકાણ કરવામાં લાભમાં રહેશો. પહેલા દિવસે પરિવાર સંબધિત કોઇ અણધાર્યો ખર્ચ આવી શકે છે. નોકરિયાતોને એવોર્ડ કે…

સિંહ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં મન લગાવી શકશે અને કોઇપણ વિષયોમાં ઉંડા ઉતરવાની ઇચ્છા રાખે પરંતુ ક્યાંકને ક્યાંક ઇતરપ્રવૃત્તિઓમાં મન પરોવાઇ જાય તેવી શક્યતા રહે. ઉચ્ચ અભ્યાસ માટે પણ સાનુકૂળ તબક્કો છે પરંતુ અતિ ઉતાવળ કરવી નહીં….

સિંહ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં સ્વાસ્થ્યની કાળજી હાલમાં રાખવી પડશે. શરૂઆતમાં મુસાફરી દરમિયાન આકસ્મિક ઈજા થવી અથવા સ્વાસ્થ્યમાં સમસ્યા આવે તેવી શક્યતા છે. ઉપરાંત, ઉત્તરાર્ધમાં ભોજનની અતિશયોક્તિ અથવા પેટને લગતી કોઇપણ અન્ય સમસ્યાના કારણે થોડી…

નિયતસમયનું ફળકથન