For Personal Problems! Talk To Astrologer

મિથુન વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2020)

સંબંધોમાં આ વર્ષે હજી પણ સાચવવાનું છે. ખાસ કરીને તમારી વચ્ચે પારસ્પરિક વિશ્વાસ વધુ જળવાય તેવું ધ્યાન રાખવું. શરૂઆતમાં તમારા વિચારોમાં રોમાન્સ વધુ છલકાતો રહેશે પરંતુ તેને અભિવ્યક્ત કરવામાં અથવા તમારા સાથી તરફથી નબળા પ્રતિસાદના કારણે તમે સંબંધોના સુખથી વંચિત રહો તેવી પણ શક્યતા છે. ફેબ્રુઅારીના મધ્ય પછી સંબંધોમાં વર્તાતી નિરસતામાં ઘટાડો થશે. અત્યારે તમને પ્રેમસંબંધોમાં અનિશ્ચિતતા વર્તાશે અથવા વર્તમાન સંબંધો તોડીને નવી શરૂઆત કરવાનું પણ મન થશે. તમારે આવા વિચારોને નિયંત્રણમાં રાખવા પડશે અન્યથા ભ્રમણાઓમાં લીધેલો નિર્ણય તમને છેવટે પસ્તાવારૂપી પરિણામ આપશે. જુલાઈ મહિનાના મધ્ય પછી તમે નવા સંબંધોની શરૂઆત કરવા માટે પ્રપોઝ કરી શકો અથવા જીવનસાથીની પસંદગીનો નિર્ણય લઇ શકો છો. ઓગસ્ટ મહિના પછી તમારી વચ્ચે નીકટતા વધી શકે છે. નવા સંબંધોની શરૂઆત કરવામાં ઉતાવળ ના કરવી. એપ્રિલ થી જુલાઇ મહિના દરમિયાન પ્રિયપાત્ર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમે કોઇક ભેટસોગાદ દ્વારા પણ તેમને આ સમયમાં ખુશ કરી શકશો.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 28-06-2020 – 04-07-2020

મિથુન માસિક ફળકથન – Jul 2020

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન