મિથુન – કન્યા સુસંગતતા

મિથુન અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મિથુન અને કન્યા જાતકો બુદ્ધિશાળી તેમજ વ્યવહારૂ હોય છે. આ સંબંધ અરસપરસ સારો એકરાગ ધરાવતો હોવાથી વધુ મજબૂત હોય છે અને આ યુગલ એક સરખુ બૌદ્ધિક સ્તર ધરાવતું હોવાથી તેમની એકરૂપતામાં ઉમેરો થાય છે. જોકે, લાગણીઓને રોકી રાખવાથી તેમની વચ્ચે ગેરસમજ ઉભી થાય છે અને આ કારણે તેમના સંબંધમાં સમસ્યાઓ આવી શકે છે. આ પ્રેમ સંબંધ જળવાઇ રહે તેવી શક્યતા છે પણ મિથુન જાતકોએ કન્યા જાતકોને વધુ ઉત્સાહી બનતા શીખવવુ જોઇએ અને કન્યા જાતકો મિથુન જાતકોના સ્વભાવમાં સ્થિરતા લાવી શકે છે.

મિથુન રાશિના પુરુષ અને કન્યા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ પ્રેમી પંખીડાઓ તેમના સંબંધમાં સ્વર્ગીય આનંદની અનુભૂતિ સાથે આગળ વધી શકે છે. આ સંબંધની સુસંગતતા તેમની સમજણને કારણે વધુ દ્રઢ બનશે. એક પળે તેમના બંનેના મગજમાં એકસરખા વિચારો આવી શકે છે. પણ જો લાંબો સમય સુધી આ સંબંધ ટકાવી રાખવો હોય તો તેમણે સમાધાન કરતા શીખવું પડશે. પુરુષનો રંગીન સ્વભાવ સ્ત્રીની ઇર્ષામાં વધારો કરશે. સ્ત્રીની સતત શિખામણ આપવાની આદતથી પુરુષ ત્રાસી જાય છે અને ફસાઇ ગયો હોય તેવી લાગણી અનુભવે છે. પુરુષે તેના રંગીન સ્વભાવ પર અંકુશ રાખવો જોઇએ અને સ્ત્રીએ પુરુષને પૂરતી સ્વતંત્રતા આપવી જોઇએ.

મિથુન રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
મિથુન રાશિની સ્ત્રી જાતક અને કન્યા રાશિના પુરુષ જાતક વચ્ચેના સંબંધમાં એકબીજાની લાગણીઓ અને વિચારો સમજવાની તેમની ક્ષમતાથી ફાયદો થશે. મિથુન રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ જીવન પ્રત્યે બુદ્ધિગમ્ય દ્રષ્ટિકોણ ધરાવે છે. પણ ચર્ચામાં તેમના દ્રષ્ટિકોણનું પરિણામ અલગ-અલગ હોય છે. આ સંબંધ ટકાવી રાખવા માટે તેમણે એકબીજા સાથે પ્રામાણિક રહેવું જોઇએ અને એકબીજાના મંતવ્યને આદર આપતા શીખવું જોઇએ. તેમણે પુરુષના ટીકાત્મક સ્વભાવ અને સ્ત્રીના આવડતવિહોણા સ્વભાવનું સંતુલન જાળવતા શીખી લેવું જોઇએ.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાય કે નોકરી કરતા જાતકો આ સમયમાં એકંદરે પ્રગતીકારક રહેશે. ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતકોને સપ્તાહના પૂર્વાર્ધમાં સારી પ્રગતી થવાની આશા છે. છતાં પણ તમારે દૂરના અંતરે થતા કાર્યોમાં ગાફેલિયત ન રાખવી તેવી સલાહ…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધો મામલે આ સપ્તાહે આપે થોડા ચેતીને ચાલવાનું છે. આપના લગ્ન સ્થાનમાં સૂર્ય અને મંગળની હોવાથી ખાસ કરીને સ્વભાવમાં અહંના કારણે સંબંધોમાં ખોટી ગેરસમજ ઉભી કરી શકે છે. તેમાં પણ શરૂઆતમાં બુધ વ્યય સ્થાનમાં છે માટે શબ્દોનું ખોટુ…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે આ સપ્તાહનો પૂર્વાર્ધ સાનુકૂળ રહેશે. શરૂઆતમાં આપ કર્મના ફળ રૂપે આવક મેળવશો. ત્યારબાદ આપના લાભ સ્થાનમાં આવેલો ચંદ્ર કોઈને કોઈ પ્રકારે ફાયદો કરાવશે. સ્થાવર મિલકતો, પિતા તરફથી લાભ, બેંકિંગ કાર્યોમાં લાભ વેગેરની…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં રુચિ સારી રહેશે પરંતુ ઉત્તરાર્ધના સમયમાં ખાસ કરીને તારીખ 21ના મધ્યાહનથી 23ના મધ્યાહન સુધી અભ્યાસનું શિડ્યુલ ખોરવાઈ શકે છે કારણ કે આપના મનનો કારક ચંદ્ર વ્યય સ્થાનમાં છે. જોકે ત્યારપછી આપની…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં સ્વાસ્થ્ય મામલે શરૂઆતમાં ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને વીજકરંટ, ગરમીજન્ય રોગો, એસિડિટી, માઈગ્રેન, કરોડરજ્જૂમાં દુખાવો થવાની શક્યતા વધુ રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ચંદ્ર વ્યય સ્થાનમાં આવે ત્યારે માનસિક અજંપો વધશે…

નિયતસમયનું ફળકથન