સુસંગતતા


વાઘ – કૂકડો સુસંગતતા

વાઘ પતિ + કૂકડો પત્ની

કૂકડો રાશિમાં જન્મેલી પત્ની આક્રમક અને ડરામણા વાઘ રાશિમાં જન્મેલા પતિ સાથે ઘણી હોંશિયારીથી કામ લે છે. તેની પાસે અદ્યતન માહિતી હોય છે અને તેના પતિની ભૂલો શોધી શકે છે. આ રાશિનો પતિ તેની પત્નીની સતત ભૂલ કાઢવાના તેમ જ સતત ફરિયાદ કરવાના વલણથી કંટાળી જાય છે. આ જોડીમાં પતિ ખુલ્લી કિતાબ જેવો નિખાલસ, દયાળુ અને સરળ હોય છે જ્યારે પત્ની વધુ પડતી હોંશિયાર, કંજૂસ અને કોઈપણ બાબતમાં ચોકસાઈની આગ્રહી હોય છે. પતિ મિલનસાર અને ભાવુક હોય છે જ્યારે પત્ની ધૂની અને બુધ્ધિથી દોરાય છે. બંનેમાં અહમ હોય છે અને એકબીજાની સાથે ખુશ રહેવું તેમના માટે ઘણું મુશ્કેલ છે.

કૂકડો પતિ + વાઘ પત્ની

આ દંપતીના જીવનમાં ઘણા ઉતારચઢાવ આવે છે, બંને ઉગ્ર સ્વભાવના, ઉતાવળીયા અને ઝડપથી આગળ વધનારા હોય છે. પરંતુ જીવન પ્રત્યે તેમના અભિગમ અલગ અલગ છે. આ જોડીમાં પતિ તેની પત્ની બાબતે ઘણો સ્વાર્થી અને ધૂની સ્વભાવનો હોય છે જ્યારે પત્ની તેનો પતિ સતત કોઈ ખામી બતાવે અથવા વાંક કાઢે તેવા સંજોગોમાં લડવા માટે તૈયાર રહે છે. અલગ અલગ સંજોગોમાં આ જોડી સંબંધોની બાબતે ઘણા સક્રિય અને ગંભીર બની જાય છે પરંતુ આ જોડીમાં પતિ-પત્ની બંને અક્કડ અને સંકુચિત માનસિકતા વાળા છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ