સુસંગતતા


ઘેંટુ – સાપ સુસંગતતા

ઘેંટું પતિ + સાપ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની વચ્ચે આદર્શ કહી શકાય તેવી કોઈ બાબતો જણાતી નથી પરંતુ જો તેઓ પોતાના સંબંધને જાળવવા માટે સાચા દિલથી પ્રયાસો કરે તો સંબંધ જરૂર સાચવી શકે છે. તેઓ બંને ઘણા ચતુર હોય છે અને સુખી લગ્નજીવન માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા સૌંદર્ય અને સંસ્કાર સહિતના ગુણો બંને મુક્ત વિચારસરણીથી અપનાવે છે. પરંતુ આ જોડીમાં પતિમાં તેની પત્નીની જેમ ચીવટનો અભાવ હોય છે. પત્ની તેના બધા વ્યવહાર છાનાછપના કરે છે જે સંવેદનશીલ સ્વભાવવાળો પતિ સહન કરી શકતો નથી. પત્ની પોતાની જ બુદ્ધિમતાથી દિશાસૂચન મેળવી કોઈપણ કાર્યમાં સતત સંકળાયેલી રહે છે જ્યારે પતિ સ્વભાવે ઘણો સંવેદનશીલ હોય છે અને પોતાની આર્ટિસ્ટીક સૂઝથી જીવનમાં દિશાસૂચન મેળવે છે. ક્યારેક તેઓ એકબીજાની રીતભાતથી સહમત થતા નથી પરંતુ છતા તેઓ એકબીજા સાથે સહમત થવાની સંભાવનાઓ ધરાવે છે. તેમના સંબંધ યથાવત રાખવા માટે પત્નીના સતત પ્રયાસો જ પતિ માટે સૌથી મોટી મૂડી સમાન છે.

સાપ પતિ + ઘેંટું પત્ની

આ બંને પતિ-પત્ની અમુક મર્યાદિત બાબતોમાં જ સુસંગતતા ધરાવે છે. સાપ રાશિનો પતિ તેમના સંબંધોની બાબતોમાં પરોવાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે પરંતુ જો પત્ની સતત તેને વળગી રહે તો તેને જરા પણ ગમતું નથી. સ્વભાવે વ્યવહારુ અને સક્રિય એવો સાપ રાશિનો પતિ સાહસવૃત્તિ ધરાવે છે જ્યારે ઘેંટુ રાશિમાં જન્મેલી પત્ની ભાવનાત્મક અને નિર્દોષભાવવાળી હોય છે. આ રાશિની પત્ની ઘણી વિલાસી પ્રકૃત્તિની હોવાથી જ્યારે પણ થોડી મુશ્કેલ પરિસ્થિતિ આવે તો તે ઝડપથી નાહિંમત થઈ જાય છે. આ જોડીમાં પતિ ઘણો હોંશિયાર હોય છે જ્યારે પત્ની ભાવુક હોય છે. મુશ્કેલીના સમયમાં તેઓ બંને વચ્ચે સેતુ બાંધવો મુશ્કેલ છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ