સુસંગતતા


ઘેંટુ – ડુક્કર સુસંગતતા

ઘેંટુ પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં પતિ-પત્ની વચ્ચે કોઈ જ સંઘર્ષ ન હોવાથી તેઓ સુખમય જીવન વિતાવી શકે છે. બંનેમાંથી કોઈપણ નજીવી બાબતોને મન પર લઈ તેને રૌદ્ર સ્વરૂપ નથી આપતા, ઉપરાંત બંને જણાં ઘરની બાબતમાં ઊંડો રસ લે છે. ડુક્કર રાશિની પત્ની ઘણી બોલકણી હોય છે અને ઘેંટું રાશિમાં જન્મેલા પતિ જેટલી ભાવુક નથી હોતી. પતિ સંવેદનશીલ સ્વભાવનો હોવાથી ખૂબ ઝડપથી તેની લાગણી દુભાઈ જાય છે. આ જોડીમાં પત્ની વધુ પડતી ખર્ચાળ હોતી નથી તેમ જ તે પોતાના પતિનો શરમાળ સ્વભાવ ઓછો કરવા માટે મિલનસાર બનવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ પતિ તેની પત્નીમાં રહેલી વ્યવહારદક્ષતા કે સંસ્કારિતાની ઉણપ પૂરી કાઢશે અને પત્નીને આરામ અને હૂંફ માટેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સતર્ક રહેશે.

ડુક્કર પતિ + ઘેંટું પત્ની

આ જોડી ઘણી સુસંગત ગણી શકાય. તેઓ બંને પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયત્નો કરી એકબીજાની કાળજી લેશે ઉપરાંત ઊંડો અને સાચો પ્રેમ આપવાનો પ્રયત્ન કરશે. ઘેંટાની રાશિમાં જન્મેલી નરમ સ્વભાવની અને ભાવુક પત્નીને ખુશ રાખવા માટે તેનો તાકાતવાન અને દિલદાર પતિ પૂરતી ચિંતા કરે છે. આ જોડીમાં પત્ની પણ તેના પતિને માતાની જેમ પ્રેમ કરશે અને તેના પ્રત્યે પરમ આદરભાવ રાખશે. ઉત્સાહી છતા સાદા સ્વભાવનો ડુક્કર રાશિનો પતિ તેની પત્નીની લાગણીને સાચા પ્રેમ અને વફાદારી તરીકે જોશે. આ રાશિનો પતિ ઘણો વિશાળ દિલનો અને સંરક્ષક પણ હોય છે અને તેની પત્નીને પોતાની કુશળતા બહાર લાવવા માટે શ્રેષ્ઠ આધાર પૂરો પાડે છે કારણ કે પત્નીને જ્યારે લાગે કે કોઈક વ્યક્તિ તેની કદર કરી રહ્યું છે ત્યારે તે પોતાની રીતે શ્રેષ્ઠ દેખાવ કરી શકે છે. આ જોડીમાં ઘેંટું રાશિની પત્ની તેના પતિ તરફથી પ્રસંશા અને સહકાર બંને મેળવી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ